જામનગરઃ લાલપુર તાલુકાની આજુબાજુના ગામડાઓમા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસની કાર્યદક્ષતાનો લોકોએ આભાર વ્યક્ત કરી ફૂલહારથી પોલીસનું સ્વાગત કર્યું હતુ.
જામનગર જિલ્લા લાલપુર તાલુકાના PSI બી.એસ.વાળા તેમજ લાલપુર પોલીસ સ્ટાફ દ્વારા હાલ લોકડાઉન સમયમાં ખૂબ સારી રીતે મહેનત કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું.
આ કોરોના વોરિયર્સ દ્વારા લાલપુર તાલુકા આજુ બાજુના ગાંમડા ઓમા સતત પેટ્રોલિંગ કરી. પ્રજાની સેવામાં તત્પર રહી રાત દીવસ એક કરી પોતાના જીવ જોખમે મુકીને પરિવારથી પણ ફરાજને પોતાનું કર્તવ્ય માનતાઆ કોરોના વોરિયર્સ કોરોનાની મહામારીથી બચાવા જુદી જુદી રીતે પ્રયાસ કરી રહ્યા છે.
લાલપુર પેાલીસ લોકોને હમેશા સમજાવવામાં આવ્યા છે અને લોકોના હ્રદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે અને પોલીસ કર્મીઓ દ્વારા હાલ એકજ અપીલ કરી રહી છે કે, ઘરમાં જ રહો, સ્વચ્છ રહો, સુરક્ષિત રહો, કાયદાનું પાલન કરો ઊલંઘનના કરો અમને સહકાર આપો. જેને લઈને લાલપુર ગ્રામજનો તરફથી PSI બી.એસ.વાળા તથા લાલપુર પોલીસ કાર્યદક્ષતાનો લોકોએ આભાર વ્યક્ત કરી પુષ્પાઅંજલી તેમજ ફુલ હારથી સ્વાગત કરવામાં આવ્યું હતુ.