ETV Bharat / state

જામનગરમાં લોકડાઉન દરમિયાન જી જી હોસ્પિટલ ખાતે પેઈન ક્લિનિક દ્વારા 500થી વધુ દર્દીઓની સારવાર કરાઈ

જામનગરમાં આવેલી જી જી હોસ્પિટલમાં 20 વર્ષથી પેઈન ક્લિનિક નામનો વિભાગ કાર્યરત છે. ગરદનનો દુખાવો, ઘૂંટણનો, ખભાનો કે ડાયાબિટીસના કારણે પગ તથા અંગૂઠાના દુખાવાથી લઇ કેન્સરની પીડા, પ્રસૂતિની પીડા દરેક પ્રકારની શારિરિક પીડામાં વર્ષોથી આ પેઈન ક્લિનિક દ્વારા દર્દીઓને નિ:શુલ્ક અને સંપૂર્ણ પીડામુક્તિ થાય તેવી સારવાર આપવામાં આવી રહી છે.

જી જી હોસ્પિટલ
જી જી હોસ્પિટલ
author img

By

Published : Jun 12, 2020, 4:57 AM IST

જામનગર: શહેરમાં આવેલી જી જી હોસ્પિટલમાં 20 વર્ષથી પેઈન ક્લિનિક નામનો વિભાગ કાર્યરત છે. ગરદનનો દુખાવો, ઘૂંટણનો, ખભાનો કે ડાયાબિટીસના કારણે પગ તથા અંગૂઠાના દુખાવાથી લઇ કેન્સરની પીડા, પ્રસૂતિની પીડા દરેક પ્રકારની શારિરિક પીડામાં વર્ષોથી આ પેઈન ક્લિનિક દ્વારા દર્દીઓને નિ:શુલ્ક અને સંપૂર્ણ પીડામુક્તિ થાય તેવી સારવાર આપવામાં આવી રહી છે. સામાન્ય રીતે લોકો આ વિભાગ વિષે વધુ જાણતા નથી હોતા પરંતુ અનેક પ્રકારની પીડાઓમાંથી લોકો પસાર થતા હોય છે.

જી જી હોસ્પિટલ ખાતે પેઈન ક્લિનિક દ્વારા 500થી વધુ દર્દીઓની લોકડાઉન દરમિયા સારવાર કરાઈ

શરીરની ચેતાતંત્રની તકલીફો, સાંધા અને મણકાની તકલીફોના કારણે થતો અતિશય દુઃખાવો બાળકથી લઈને વૃદ્ધ સુધીના કોઇપણ વ્યક્તિને પાંગળો બનાવી દેતી હોય છે. ત્યારે જામનગર ખાતે આવેલી એમ. પી. શાહ મેડીકલ કોલેજ અને જી જી હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના પ્રાધ્યાપક અને વિભાગના વડા વંદનાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ દરેક દર્દીને વિવિધલક્ષી સંપૂર્ણ અને સંતોષકારક સારવાર આપવામાં આવે છે.

જી જી હોસ્પિટલ
જી જી હોસ્પિટલ ખાતે પેઈન ક્લિનિક દ્વારા 500થી વધુ દર્દીઓની લોકડાઉન દરમિયા સારવાર કરાઈ

ડૉ. વંદનાબેન ત્રિવેદીના હેઠળના એનેસ્થેસિયા વિભાગમાં ચાલતા ઇન્ટેન્સિવ કેર યુનિટમાં આવતા પોસ્ટ ઓપરેટીવ, એક્સિડેન્ટલ પોલીટ્રોમા અને માથાની ઈજાના દર્દીઓને પણ તેઓની પીડામાંથી રાહત મળી રહે તે માટે આ પેઇન ક્લીનીક દ્વારા સારવાર આપવામાં આવે છે. પેઇન ક્લિનિકમાં આવતા દર્દીઓને દરેક પ્રકારના દુ:ખાવા જેવા કે, જુના સાંધાના તથા મણકાના દુ:ખાવા, કમરનો દુ:ખાવો, ગરદનનો, ઘૂંટણનો અને ખભાના દુ:ખાવા લોકોમાં સામાન્ય રીતે જોવા મળતા હોય છે પરંતુ સાથે જ ચેતાતંત્ર સાથે જોડાયેલા ઘણા દુ:ખાવા જેવો કે, ટ્રાયગેમીનલ ન્યુરાલ્જીયાની તકલીફ જેમાં દર્દીના ચહેરા પર ઇલેક્ટ્રિક કરંટ જેવા ઝટકા આખો દિવસ તથા રાત્રે ઊંઘ દરમિયાન પણ આવતા હોય છે. જેથી દર્દીની કાર્યક્ષમતા ઘટી જતી હોય છે અને રોજિંદા જીવનમાં પણ તેમને તકલીફ થતી હોય છે એની સારવાર કરવામાં આવે છે. આ પ્રકારની સારવાર ખાનગી હોસ્પિટલોમાં ખૂબ જ મોંઘી થાય છે. જ્યારે જી જી હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગમાં આવેલા પેઈન ક્લિનિકમાં આવતા દર્દીઓને સંપૂર્ણ રાહત થાય તેવી સારવાર તદ્દન નિ:શુલ્ક આપવામાં આવે છે.

પેઈન ક્લિનિકમાં કેન્સરના દર્દી જેવા કે, મોઢાનું કેન્સર, ગળાનું કેન્સર, અન્નનળીનું કેન્સર, પેટનું કેન્સર, આંતરડાનું કેન્સર, પેનક્રિયાઝના કેન્સર વગેરે દરેક પ્રકારના કેન્સરના દર્દીને પણ સારવાર આપવામાં આવે છે. કેન્સરના રોગમાં દર્દીઓને થતી અસહ્ય પીડામાંથી આ પેઈન ક્લિનિક દ્વારા દર્દીઓને પીડામાં રાહત આપવાના દિનરાત પ્રયાસો કરવામાં આવતા હોય છે. આ ઉપરાંત અચાનક તીવ્ર પીડાની પરિસ્થિતિ જેમ કે, કિડનીમાં પથરીના દુ:ખાવા અથવા તો ઘણીવાર ડાયાબિટીસના દર્દીઓને પગ તથા અંગૂઠાના દુખાવાની ફરિયાદ થતી હોય છે, તેમજ ડાયાબિટીસના ઘણા દર્દીઓને પગ કપાયા બાદ સ્ટેમ્પમાં તીવ્ર દુખાવો રહેતો હોય છે. આ બધા જ પ્રકારની તીવ્ર પીડાની સારવાર પેઇન ક્લીનીક દ્વારા કરવામાં આવી રહી છે. બાળ દર્દીઓને પણ અહીં સારવાર આપવામાં આવે છે, ખાસ કરીને નાનાં બાળકો ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પછી પીડામાંથી મુક્ત રહે તેના માટે તેમને કોડલ એનેસ્થેસિયા પણ આપવામાં આવે છે.

એનેસ્થેસિયા વિભાગમાં આવેલા ક્લિનિકમાં બધા જ પ્રકારની લાંબી પીડામાં વંદનાબેન ત્રિવેદી દ્વારા નર્વ બ્લોક આપ્યા બાદ તેમને સહાયરૂપ દવાઓ આપી ફિઝિયોથેરાપીની કસરત દ્વારા સારવાર કરાવવામાં આવે છે. સામાન્ય રીતે લાંબી પીડા ભોગવતા દર્દીઓ અને તેના પરિવારના સભ્યોને આ કારણે તેમના રોજ-બરોજ જીવનમાં ખૂબ તકલીફ પડતી હોય છે પરંતુ સારવાર બાદ દર્દીઓને સારું થતાં તેમની જીવનશૈલીમાં સુધારો થાય છે.

મહિલાઓને પ્રસૂતિ દરમિયાન ખૂબ જ પીડા રહેતી હોય છે, તો પ્રસૂતિ દરમિયાન પણ દર્દીની પીડારહિત પ્રસુતિ થાય તેના માટે ઇન્જેક્શન દ્વારા પ્રસવપીડામાંથી મુક્તિ માટેની આ પેઇન ક્લિનિક દ્વારા સારવાર આપવામાં આવે છે. જેના કારણે કોઈપણ જાતના દુ:ખાવા વગર માતા બાળકને જન્મ આપી શકે છે અને માતા અને બાળક તંદુરસ્ત રહે છે. આ દરેક પ્રકારની સારવાર લેવા માટે જી જી હોસ્પિટલમાં કેસ બારીમાંથી દર્દીઓને એક નંબરની ઓપીડી પરથી પેઇન ક્લિનિકનો કેસ કઢાવી પહેલાં માળે, સર્જિકલ ઓપરેશન થિયેટરમાં રહેલા પોસ્ટ ઓપરેટીવ એનેસ્થેસિયા રિકવરી રૂમમાં જવાનું હોય છે અને ત્યાં દર્દીની તકલીફ જાણી તે અનુસારની પદ્ધતિ મુજબ તેને પીડામુક્ત કરવાનો નિર્ધાર ધરાવતા ડૉક્ટરોની ટીમ દ્વારા સારવાર ચાલુ કરવામાં આવે છે.

જી જી હોસ્પિટલના પેઇન ક્લિનિકમાં જામનગર જિલ્લાના દર્દીઓતો સારવાર લેવા આવે જ છે પરંતુ સાથે જ રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ વગેરે અનેક જિલ્લાઓના દર્દીઓ પણ અહીં સારવાર લેવા આવે છે અને સારવાર બાદ પુન: પોતાના જિલ્લામાં પીડામુક્ત થઇને સંતોષકારક સ્મિત સાથે જાય છે.

હાલમાં લોકડાઉન દરમિયાન 500થી વધુ દર્દીઓએ પેઇન ક્લિનિકમાંથી સારવાર લીધી છે પરંતુ આ ઉપરાંત પણ ઘણા દર્દીઓ કે જેઓ અન્ય જિલ્લાઓમાં છે અને લોકડાઉનના કારણે પૂરતી સારવાર લઇ શક્યા નથી, તેમને વિભાગના ડૉક્ટરોના મોબાઈલ નંબર આપવામાં આવ્યા છે અને દર્દીઓના નંબર પણ લેવામાં આવ્યા છે. જેના લીધે ટેલિફોનિક સારવાર ઉપલબ્ધ કરાવી દર્દીઓને જે તે સ્થળે પણ શક્યતઃ રાહત અને સારવાર આપવામાં આવી રહી છે.

પેઈન ક્લિનિકમાંથી સારવાર લઇ પોતાની અસહ્ય પીડામાંથી રાહત મેળવતા જામનગરના વાલ્કેશ્વરી વિસ્તારના ચેતનાબેન વોરાએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે ક્લિનિકમાં આવ્યા ત્યારે ટ્રાયગેમીનલ ન્યુરાલ્જીયાની તકલીફમાં એક તરફના ચહેરા અને કપાળ પર અતિશય દુ:ખાવાની ફરિયાદ હતી. દુ:ખાવાના કારણે અસહ્ય પીડાથી રડી પડાતું હતું, ત્યારે પેઈન ક્લિનિકની દવા અને સારવારથી આજે તેમને ખૂબ જ રાહત છે અને હજૂ પણ તેમના દુ:ખાવામાંથી સંપૂર્ણ મુક્ત થવા તેઓએ પેઈન ક્લિનિકમાં સારવાર લેવાની ચાલુ રાખી છે.

તો છ મહિનાથી દુ:ખાવાથી પીડાતા અને અનેક ખાનગી હોસ્પિટલોમાં પણ જઈ આવ્યા બાદ દુ:ખાવામાં રાહત ન થતા જી જી હોસ્પિટલના પેઈન ક્લિનિક વિશે જાણતા અહીં આવ્યા બાદ જામનગરના રશિદાબેન ધ્રોલીયાને દુખાવામાંથી અતિશય રાહત મળી છે, ડૉ. વંદનાબેન ત્રિવેદીના માર્ગદર્શન પ્રમાણે આપવામાં આવેલી સારવાર તથા શેક, કસરતો વગેરેથી આજે રસીદાબેન કહે છે કે, જાણે હું સંપૂર્ણ સાજી થઈ ગઈ છું તેવું થયું છે, મારો જકડાયેલો હાથ આજે સંપૂર્ણ સાજો થઈ ગયો છે.

પેઇન ક્લિનિક ખાતે દર્દી પોતાની સારવાર થયા બાદ પોતાના સગા સંબંધી તેમ જ પાડોશી અને પોતાના સ્નેહીજનોને પણ તેમને કોઈ દુ:ખાવાની ફરિયાદ હોય તો તે માટે સાથે લઈને આવે છે અથવા તો તેઓને પેઈન‌ કલીનીકની ઉત્તમ સારવાર લેવા માટે જણાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.