અતુલભાઈ આખું વર્ષ ગણેશ મૂર્તિઓ બનાવવાનું કામ કરે છે. એક વર્ષમાં 4 હજાર જેટલી મૂર્તિઓ બનાવે છે. માટીની મૂર્તિઓની બજારમાં ભારે માંગ છે.લોકો પ્રદૂષણ અટકાવવા માટે માટીના ગણેશજી ખરીદી રહ્યા છે.જામનગરમાં આમ તો દર વર્ષે પી.ઓ.પી ગણેશની મૂર્તિઓની લોકો સ્થાપના કરતા હોય છે. પરંતુ પી.ઓ.પી મૂર્તિઓથી પ્રદૂષણ વધે છે. અને જીવજંતુઓ પણ નાશ પામે છે.
જામનગરમાં મોટા ભાગની ગણેશની મૂર્તિઓનું વિસર્જન દરિયામાં કરવામાં આવે છે. જેનાથી માછલીઓ પ્રદુષણના કારણે મોતને ભેટે છે.જિલ્લા કલેક્ટરે માટીની મૂર્તિઓની સ્થાપના કરવા શહેરીજનોને અનુરોધ કર્યો છે.