આ વર્ષ વરસાદને લઈ નબળુ રહેશે તેવુ લોકોને લાગી રહ્યુ છે. તેથી દરેક ધર્મના લોકો પોતાની આસ્થાનો સહારો લઈ રહ્યા છે. તેવી જ રીતે જામનગરમાં આજે સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા જામનગર શહેર તેમજ જિલ્લાની તમામ મસ્જિદોમાં કાજીએ ગુજરાત સૈયદ સલીમ બાપુ નાનીવાલાની આગેવાની હેઠળ શુક્રવારની સૌથી મોટી નમાઝ અદા કરવામાં આવી હતી.
આ સમયે હજારો મુસ્લિમ બિરાદરો દ્વારા ખાસ બે રકાત નમાઝ અદા કરવામા આવી હતી અને નમાઝ બાદ વરસાદ માટેની હજારો મુસ્લિમો દ્વારા ખાસ દુઆ પણ માંગવામા આવી છે. જેથી જામનગર સહિત સૌરાષ્ટ્ર ભરમાં વરસાદ આવે અને વર્ષ નબળુ ન રહે.