જામનગર : શહેરના દિગ્વિજય પ્લોટમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર બનાવને લઇને પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. પરંતુ પોલીસ પણ આ બનાવને લઇને અવઢવમાં મૂકાઇ ગઇ છે.
આ સમગ્ર બનાવને લઇને પોલીસ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે, વકીલના મકાનમાં રહેતા વૃદ્ધાનું મોત મિસ્ટ્રી બન્યું છે. એકલા રહેતા વૃદ્ધાનું ખૂન કર્યુ છે કે અકસ્માતે મોત થયુ છે. તે પોલીસ માટે એક ચિંતાનો મુદ્દો બન્યો છે.