જામનગરઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સમક્ષ તારાજીનો સંપૂર્ણ અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં ખેડૂતો સહિત અસરગ્રસ્ત દરેક નાગરિકોના હિત માટે સંસદ પૂનમ માડમે રાહત પેકેજ પેટે મદદની અપીલ કરી હતી.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘણા વિસ્તારમાં અતિવૃષ્ટિથી ખેડૂતો, વેપારીઓ, રહેવાસીઓ, માલધારીઓ સહિત લોકોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. સાંસદે સૌ નાગરિકોના હિત માટે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સમક્ષ સમગ્ર તારાજીનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક અમુક વિસ્તારોમાં, અતિભારે વરસાદના પગલે થયેલી નુકસાની અંગે મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને હકીકતલક્ષી અહેવાલ રજુ કરી બંને જિલ્લાઓમાં સર્વે કરાવી નુકસાન પેટે અસરગ્રસ્તો માટે ખાસ રાહત પેકેજની માંગણી આ તકે સંસદ સભ્ય પૂનમ માડમે કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ વખતે સામાન્ય કરતા વધુ વરસાદ થયો હતો. બધા ડેમ ઓવરફ્લો થયા અને તે પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા અને જમીનોના ધોવાણ થવાથી ખેડૂતોને સામાન્યથી વિશેષ નુકસાન થયુ હોવાથી સંસદ સભ્ય પૂનમ માડમે વિશેષ પેકેજની ભારપુર્વક રજૂઆત કરી છે, તેમજ આ માટે સર્વે પણ જલ્દીથી થાય માટે ઝડપથી રાહતની કાર્યવાહી થાય તેમ પણ આ રજૂઆત કરી હતી.
સાંસદ પૂનમ માડમે જણાવી ઉમેર્યુ હતું કે, જુદા જુદા તાલુકાઓ તેમજ જુદા જુદા ગામો જ્યા રહેણાંકોમાં વરસાદી પાણી ઘુસવાથી ઘરવખરીનું મોટું નુકસાન થયું, સાથે સાથે દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને નુકસાન થયું અને માલધારીઓ-પશુપાલકોને પણ તેમના માલઢોરના નુકસાન થયા છે અને જાનહાની પણ ચિંતાજનક રીતે થઇ છે, જે માટે સમગ્ર પણે જે -જે વર્ગને નુકસાન થયું છે તે પેટે ખાસ વિશેષ રાહત પેકેજ ઝડપી સર્વે થઇને ફાળવવામાં આવે તેવી મુદાસરની માંગણી અને ભારપુર્વકની રજૂઆત બંને જિલ્લામાં અતિવૃષ્ટીથી નુકસાન પામેલા તમામ વર્ગના નાગરીકોના હિતમાં સંસદ સભ્યે કરી છે.