આમ પૂનમ માડમ દ્વારા જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ખુલ્લી જીપમાં બેસી પ્રચાર કરે છે તો ક્યારેક બળદગાડામાં બેસી કરતા જોવા મળી રહ્યા છે. આમ જામનગર જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે.
કોંગ્રેસમાંથી મુળુભાઇ કંડોરીયા અમે ભાજપમાંથી પૂનમ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના કાર્યકર્તાઓ પૂરા જોશથી હાલ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને ડોર ટુ ડોર પત્રિકા વિતરણ કરી રહ્યા છે.
હવે જોવાનું એ રહ્યું કે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની ટક્કરમાં કોણ લોકસભાની ચૂંટણી જીતે છે.