- સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સિક્કામાં કોંગ્રેસમાં ભંગાણ
- સીક્કા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 21થી વધુ લોકો જોડાયા ભાજપમાં
- જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેસરિયો ખેસ ધારણ કરી વિધીવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો
જામનગરઃ સિકકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 21થી વધુ લોકોએ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. સિકકા કોંગ્રેસમાં ચૂંટણી પૂર્વે ભંગાણ સર્જાયુ છે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલ, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા મહામંત્રી દિલીપ ભોજાણી તથા પ્રવિણસિંહની ઉપસ્થિતિમાં સિકકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 21થી વધુ લોકોએ કેસરિયો ખેસ ધારણ કરી વિધીવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરાએ સન્માન કરી ભાજપમાં આવકાર્યા
આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરાએ જુમ્માનું સન્માન કરી ભાજપમાં આવકાર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સિકકાના સિનીયર કાર્યકર ઇસ્માઇલ હુશેન અલવાણી (ડાડા અલવાણી) ઉપસ્થિત રહી ન શકતા અભિનંદન પાઠવ્યાં હતા. આ તકે સિકકા નગરપાલિકાના પ્રમુખ શિવપુરી ગોસ્વામી, બાબા પટેલ, દેવુભાઇ ગઢવી, લાલજી વ્યાસ વગેરે ઉપસ્થિત રહી જુમ્માભાઇને અભિનંદન પાઠવ્યાં હતા.