જામનગર: જામનગરમાં આવેલા ઉમિયા મોબાઈલ શોરૂમના બે કર્મચારીઓએ હિસાબમાં ગેરરીત (Mobile theft case Jamnagar) આચરી લાખો રૂપિયાની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના શોરૂમ માલિકે સિટી-બી ડિવિઝન પોલીસ મથકમાં પોતાને કામ કરતા વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરી છે. સ્ટોર મેનેજરે રૂપિયા 17.34 લાખની કિંમતના 25 મોબાઈલ બારોબાર વેચી નાખ્યાં હતાં. કેશિયરે રૂપિયા 4.95 લાખની હિસાબમાં ગેરરીત આચરી હોવાનુ ફરિયાદ (Jamnagar police City B Division)માં જણાવ્યું છે.
આ પણ વાંચો: શોર્ટકટ બન્યો લોંગટન, મેગાસિટીમાં બાઈક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ
મોબાઈલ શોપમાં ચોરી: રાજકોટમાં પંચશીલ સોસાયટીમાં રહેતા ઉમિયા મોબાઈલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક વિજેશભાઈ પ્રેમજીભાઈ જાદવાણી નામના 39 વર્ષીય યુવાને જામનગર સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં નોકર સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં કંપનીના માલિક વિજેશભાઈ જાદવાણીએ જણાવ્યું હતું કે જામનગરમાં લીમડા લાઈન પાસે ઉમિયા મોબાઈલની બ્રાન્ચ આવેલી છે. જેમાં સ્ટોર મેનેજર તરીકે રાજકોટના આનંદ પ્રતાપ સંપટ અને કેશિયર તરીકે જામનગરમાં ગોકુલનગર રડાર રોડ પર રહેતો ચેતન ગોવિંદ પાથર નામના શખ્સો કામ કરતા હતા.
હિસાબ આપતો ન હતો: જેમાં કેશિયર તરીકે ફરજ બજાવતો ચેતન પાથર છેલ્લા કેટલાક દિવસથી હિસાબ આપતો ન હોય અને રોજ હિસાબના પૈસા જમા કરાવવાના હોય તે પણ ન જમાં ન કરાવતો હોવાથી કંપનીએ જામનગરની બ્રાન્ચે ઓડિટ ચેકીંગ કર્યું હતું. દરમિયાન ઉમિયા મોબાઈલ શોરૂમના હિસાબમાં લાખોના ગોટાળા સામે આવ્યા હતા. ઓડિટમાં તપાસ કરતા સ્ટોર મેનેજર દ્વારા સ્ટોકનો હિસાબ પણ મળી આવ્યો ન હતો.
આ પણ વાંચો: વિધર્મી યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પોલીસે પોકસો એક્ટ હેઠળ ધરપકડ કરી
25 મોબાઈલ ગાયબ: સ્ટોરમાં રહેલા રૂ.17,34, 010ની કિંમતના ૨૫ મોબાઈલની પણ એન્ટ્રી મળી ન હતી. જે અંગે સ્ટોર મેનેજર આનંદ સંપટને ઓડીટની જાણ થતાં પોતે બીમાર હોવાનુ કહી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. જેથી ઓડિટમાં આ ૨૫ મોબાઈલ બારોબાર વેચી નાખ્યાં હોવાનુ જાણવા મળ્યું હતું. બીજી તરફ રોજ સાંજે થયેલા હિસાબના પૈસા જમા ન કરાવતા કેશિયર ચેતન પાથર પણ બીમાર હોવાનુ કહી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. તેને છેલ્લા કેટલાક દિવસના કુલ રૂ.495,906પૈસા જમા ન કરાવી પોતાના ફાયદા માટે ઉપયોગમાં લીધા હોવાનુ જાણવા મળ્યુ હતું.