ETV Bharat / state

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

જામનગર નજીક ખીજડીયા બાયપાસ રોડ પર આવેલા એક હોટેલમાં રાત્રે જમવા માટે રોકાયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના લાખો રૂપિયાની ચોરી થયા બાદ પંચકોશી A ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલ્યો હતો.

author img

By

Published : Oct 26, 2020, 10:52 AM IST

Devbhoomi Dwarka
જામનગર
  • પંચકોશી A ડીવીઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલ્યો
  • ખેડૂતોના રૂપિયા 3,83,930 ની રોકડની ચોરી
  • પોલીસ તપાસમાં બોલેરો ચાલકે ચોરી કર્યાનું આવ્યું સામે

જામનગર : ખીજડીયા બાયપાસ રોડ પાર આવેલ કનૈયા હોટલ સામે 23 ઓક્ટોબરની રાત્રે સાડા દસ વાગ્યે પાર્ક કરેલા બોલેરો પીક અપ વાહનના પાછળની બારીનો કાચ તોડી અંદર રાખવામાં આવેલ રૂપિયા 3,83,930 ની રોકડ ભરેલો થેલો ચોરી કરી ગયાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવની દેવરામભાઈ જેરામભાઈ ડાભીએ અજાણ્યા શખ્સો સામે જામનગર પંચકોશી A ડિવિઝન પોલીસ મથકે આઈપીસી કલમ 379 મુજબ ફરિયાદ નોંધાવી હતી.

બોલેરાનો કાચ તોડી રૂપિયા 3,83,930 ની ચોરી

સમગ્ર બનાવની વિગતો જોઈએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામના ખેડૂતો પોતાના ખેતરમાં વાવેલા જીરુંનો પાક ભરી વેચાણ કરવા માટે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ગયા હતા. જ્યાં તમામ ખેડૂતો જીરુંનું વેચાણ કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે કનૈયા હોટેલ ખાતે જમવા માટે રોકાયા હતા. જોકે, જમવા જતા પેહલા જીરાના વેચાણના રોકડ રૂપિયા 3,83,930 એક પીળા કલરની થેલીમાં રાખી પિકઅપ વાનની પાછલી સીટમા રાખી ગાડી લોક કરીને ગયા હતા. જમીને પરત આવતા બોલેરો પીકઅપનો કલીનર સાઇડનો દરવાજાનો કાચ કોઈ શખ્સો તોડી રૂપિયા 3,83,930 ની ચોરી કરી ગયા હોવાનું જાહેર થયું હતું.

Devbhoomi Dwarka
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

પંચકોશી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી

આ બનાવ અંગે પંચકોશી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરવામાં આવી હતી. જેમાં ખેડૂતો સાથે રહેલા ચાલક ખેડૂતો સાથે જમવા ન બેઠો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસને ચાલક પર શંકા થતા ઉલટ તપાસ કરવામાં આવી હતી. જેને લઇને ચાલક હેમત દેવરાજ નકુમે અંતે ચોરી કર્યાની કબુલાત કરી હતી. જોકે, ચાલક હેમંતના જણાવ્યા અનુસાર પોતાને પૈસાની ખુબ જ જરૂર હોવાથી ચોરી કરી હોવાની કબુલાત આપેલી હતી. તો બીજી તરફ કોઈને શંકા ન જાય તે માટે પથ્થરથી દરવાજાનો કાચ તોડી નાખ્યો હોવાની કબુલાત કરી રૂપિયા ભરેલ થેલી ત્યાં નજીકમાં આવેલી સમરસ હોસ્ટેલ પાછળ રોડ કાઠે બાવળની ઝાડીમાં રાખ્યા હોવાનું જણાવતા પોલીસે તેને સાથે રાખી તેને જણાવેલ સ્થળેથી થેલી કબજે કરી હતી. આ થેલીમાંથી રૂપિયા અને જીરું વેચાણના બીલ પણ મળી આવ્યા હતા. પોલીસે ચાલક હેમતની ધરપકડ કરી રૂપિયા કબ્જે કર્યા હતા.

આ કાર્યવાહી પંચકોશી A ડિવિઝનના PSI ડી.પી. ચુડાસમા, સ્ટાફના હેડ કોન્સ્ટબલ યશપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, મગનભાઈ ચંદ્રપાલ, જીગ્નેશ વાળા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવેલા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.