જામનગરઃ રાજ્ય સરકાર દ્વારા જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં ગાંધીનગરમાં છેલ્લા 63 દિવસથી લોકરક્ષક પરીક્ષાની મહિલા ઉમેદવારો દ્વારા ઉપવાસ કરવામાં આવી રહ્યાં છે, તો આજ રોજ જામનગરમાં મહિલા ઉમેદવારોએ રેલી યોજી તાત્કાલિક નવા પરિપત્ર રદ કરવાની માગ કરી હતી.
આ સાથે મહિલા ઉમેદવારોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે, રાજ્ય સરકાર નવા પરિપત્ર રદ નહીં કરે તો, આગામી દિવસોમાં વધુ જલદ કાર્યક્રમ યોજવામાં આવશે.