- શહેરમાં ફરી હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાગી લાંબી કતારો
- અન્ય જિલ્લાના કોરોનાના દર્દીઓ પણ જામનગરની સરકારી હોસ્પિટલમાં
- રોજ 700 જેટલા કોરોનાના દર્દીઓની OPD કરવામાં આવે છે
જામનગર: શહેરમાં રિલાયન્સની કોવિડ હોસ્પિટલ કાર્યરત થઈ હોવા છતાં સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનો ધસારો વધુ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ, ખાનગી હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં કોવિડના દર્દીઓનો સતત વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, હજુ પણ અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવી રહ્યા છે.
આ પણ વાંચો: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી જામનગરની જી. જી. હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો લાવવામાં આવ્યો
અન્ય જિલ્લાના દર્દીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે જામનગર
જામનગરની સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના મૃત્યુમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે, રોજ 700 જેટલા કોરોનાના દર્દીઓની OPD કરવામાં આવે છે. આ સાથે, 250થી વધુ નવા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.
આ પણ વાંચો: શું જામનગરની જી. જી. હોસ્પિટલમાં 5 દિવસ સુધી કોઈ દર્દીને દાખલ નહીં કરી શકાય