ETV Bharat / state

Lok Sabha Election 2024 : જામનગરમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા, તંત્ર દ્વારા EVM ફર્સ્ટ લેવલનું ચેકિંગ - નાયબ ચૂંટણી અધિકારી

રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા 2024 લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને રાજકીય પક્ષના લોકોની હાજરીમાં ઇવીએમ મશીનનું બારીકાઈથી ચેકિંગ કરવામાં આવ્યું હતું.

Lok Sabha Election 2024
Lok Sabha Election 2024
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 8:12 PM IST

જામનગરમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા

જામનગર : સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે જામનગરમાં પણ ચૂંટણીના પડઘમ વાગ્યા છે. ત્યારે તંત્ર દ્વારા 2024 લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા કલેકટર કચેરીમાં ઈ.વી.એમ.નું ફર્સ્ટ લેવલનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને રાજકીય પક્ષના લોકોની હાજરીમાં ઇવીએમ મશીનનું બારીકાઈથી ચેકિંગ કરવામાં આવ્યું હતું.

EVM ફર્સ્ટ લેવલનું ચેકિંગ : જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ઈ.વી.એમ. મશીનોની ચેકીંગ પ્રક્રિયાઓ 145 દિવસ સુધી ચાલશે. વહીવટી તંત્ર દ્વારા પોલીસ તેમજ અન્ય રાજકીય પક્ષોની હાજરીમાં ઇ.વી.એમ. અને વી.વી.પેટનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આગામી 2024 લોકસભાની ચૂંટણીમાં ઈ.વી.એમ. મશીન ઉપયોગમાં લેવામાં આવશે. તેમ જાણવા મળી રહ્યું છે.

ચૂંટણીની તૈયારી : આ અંગે નાયબ ચૂંટણી અધિકારી દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે EVM મશીનના જાણકાર એન્જિનિયર દ્વારા તમામ EVM નું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આગામી લોકસભા ચૂંટણીમાં તમામ EVM મશીનનો ઉપયોગ કરવામાં આવશે.

  1. Jamnagar News : કાલાવાડ હાઈવે પર ઈકો અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ધર્મગુરૂનું મૃત્યુ થતા સમગ્ર પંથક શોકગ્રસ્ત
  2. Ahmedabad-Jamnagar Vande Bharat Train: ગુજરાતને મળશે વધુ એક વંદે ભારત ટ્રેન, જાણો કયા રૂટ ઉપર ચલાવવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.