જામનગર: શહેરના મધ્યમાં આવેલું લાખોટા તળાવમાં રણજીતસાગર ડેમનું પાણી આવતા તળાવ ઓવરફ્લો થયું છે. લાખોટા તળાવનું પાણી સમગ્ર શહેરમાં ફરી વળ્યું છે. તળાવની બાજુમાંથી પસાર થતા રસ્તાઓમાં પાણી ભરાયા છે. જેના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જામનગર પંથકમાં મુશળધાર વરસાદે તમામ ડેમ અને નદીઓ ઓવરફ્લો થઇ છે. રણજીતસાગર ડેમનું પાણી લખોટા તળાવમાં છોડવામાં આવતા તળાવ ઓવરફ્લો થયું છે. લાખોટા તળાવમાં પાણીનો પ્રવાહ વધતા જામનગર શહેરમાં પાણી જોવા મળી રહ્યું છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ફાયર ટીમની મદદથી રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આ વર્ષે 100 ટકા વરસાદ નોંધાયો છે. જે બાદ રાજ્યના ડેમ અને નદીઓ ઓવરફ્લો થઇ છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.