ETV Bharat / state

કનસુમરા સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થતા ઓરડા ખૂટી પડ્યાં: બાળકોને લોબીમાં બેસાડવાની નોબત

કોરોના (Corona) કાળમાં ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓનો સરકારી શાળાઓ તરફ ઝોક વધ્યો છે. જેનું સ્પષ્ટ ઉદાહરણ જામનગર જિલ્લાના કનસુમરા વાડી પ્રાથમિક શાળામાં (Jamnagar Kansumara Government School)સામે આવ્યું છે.કનસુમરા વાડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના એડમીશનમાં (Admission of students)મોટા પાયે વધારો થતાં શાળામાં ઓરડાની ઘટ્ટ ઉભી થઈ છે.દ શાળામાં યોગ્ય માર્ગદર્શન અને શિક્ષકોના ખંતથી શાળા તરફ વિદ્યાર્થીઓ અને વાલીઓ આકર્ષાયા છે.

કનસુમરા સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થતા ઓરડા ખૂટી પડ્યાં: બાળકોને લોબીમાં બેસાડવાની નોબત
કનસુમરા સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થતા ઓરડા ખૂટી પડ્યાં: બાળકોને લોબીમાં બેસાડવાની નોબત
author img

By

Published : Nov 23, 2021, 2:23 PM IST

  • કનસુમરા સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા બમણી
  • ઓરડા ખૂટી પડતા બાળકોને લોબીમાં બેસાડવાની આવી નોબત
  • કોરોના કાળમાં શાળાના સ્ટાફ દ્વારા કરાયેલ ફળિયા શિક્ષણ

જામનગર : કોરોના (Corona)કાળમાં ખાનગી શાળા(Private school)ઓમાંથી વિદ્યાર્થીઓનો સરકારી શાળા(Government school)ઓ તરફ ઝોક વધ્યો છે. જેનું સ્પષ્ટ ઉદાહરણ જામનગર જિલ્લાના કનસુમરા વાડી પ્રાથમિક શાળામાં (Kansumara Wadi Primary School)સામે આવ્યું છે. શાળાના સ્ટાફ દ્વારા અભ્યાસ સાહિત્ય, પાઠ્ય પુસ્તક, ઓનલાઇન શિક્ષણ, ફળિયા શિક્ષણ સહિતની કરાયેલી ઉમદા કામગીરીને પગલે વિદ્યાર્થીઓએ આ સરકારી શાળા (Government school)તરફ દોટ મુકતા હાલ શાળામાં ઓરડ ખુટી પડ્યા છે અને વિદ્યાર્થીઓને લોબીમાં બેસાડી શિક્ષણ આપવું પડે તેવી નોબત આવી છે. મહત્વનું છે કે શાળામાં પાંચ ઓરડા છે અને બે ઓરડા મંજૂર થયા છે જે બે ઓરડાના કામનું ખાતમુહૂર્ત(Completion of room work) ગત્ ઓગષ્ટ માસમાં થયું છે જે કામ પૂર્ણ થયા બાદ વ્યવસ્થા કરવામાં આવશે તેમ શાળાના આચાર્ય દ્વારા જણાવાયું છે.

ગત વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા 155 હતી જે હાલ 258

કોરોના મહામારીને પગલે બંધ કરાયેલી શાળાઓમાં શિક્ષણ કાર્યનો ગઇકાલથી ક્રમશ: રાબેતા મુજબ ધમધમાટ શરૂ થઇ ગયો છે. ત્યારે જામનગર જિલ્લાની કનસુમરા વાડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના એડમીશનમાં મોટા પાયે વધારો થતાં શાળામાં ઓરડાની ઘટ્ટ ઉભી થઈ છે. આ અંગે શાળાના આચાર્ય ઓધવજી પરસોતમ હિરપરાએ જણાવ્યું હતું કે, ગત્ વર્ષે એપ્રિલ માસના અંતે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 155 હતી. જેની સામે 6 શિક્ષકો હતાં. ત્યારબાદ શાળામાં યોગ્ય માર્ગદર્શન અને શિક્ષકોના ખંતથી શાળા તરફ વિદ્યાર્થીઓ અને વાલીઓ આકર્ષાયા છે.

ગત્ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બમણા વિદ્યાર્થીઓ

આ ચાલુ વર્ષે શાળામાં સીધા 258 વિદ્યાર્થીઓની સંખ્યા થતાં ગત્ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બમણા વિદ્યાર્થીઓ થયા છે. જેની સરખામણીએ શાળામાં 8 શિક્ષકોનો સ્ટાફ છે. આથી ધોરણ 1 થી 5 માં એક શિક્ષકની ઘટ્ટ અને ધોરણ 6 થી 8 માં એક શિક્ષકની ઘટ્ટ છે. જે ડિસેમ્બર માસમાં સેટઅપ કેમ્પ દરમિયાન પુરી થઈ શકશે.

શાળાના શિક્ષકો દ્વારા 4000 જેટલા પેમ્પલેટ છપાવી ડોર-ટુ-ડોર વિતરણ કરાયા

વધુમાં 258 વિદ્યાર્થીઓની સંખ્યા સામે શાળામાં પાંચ ઓરડા અને બે લોબી છે. એક જ વર્ષમાં સંખ્યા બમણી થતાં શાળામાં ઓરડાની પણ ઘટ્ટ ઉભી થઇ છે. જેથી વિદ્યાર્થીઓને લોબીમાં બેસાડવાની ફરજ પડી રહી છે. શાળાના આચાર્ય ઓધવજીભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં જ્યારે શિક્ષણ કાર્ય બંધ હતું ત્યારે શિક્ષકો દ્વારા ઓનલાઇન, ફળિયા શિક્ષણ થકી સતત વિદ્યાર્થીઓના સંપર્કમાં રહી અભ્યાસ કરાવાતો હતો. ઉપરાંત જૂન માસના વેકેશન દરમિયાન શાળાના શિક્ષકો દ્વારા 4000 જેટલા પેમ્પલેટ છપાવી આજુબાજુની સોસાયટીઓમાં ડોર-ટુ-ડોર શિક્ષકો દ્વારા જ વિતરણ કરવામાં આવ્યા હતાં તથા ચાલુ વર્ષે જ ધોરણ 8 ના વર્ગની મંજૂરી થતાં આ તમામ પરિબળોને પગલે હાલ વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે.

જામનગર તાલુકામાં શાળાનું સ્થાન ટોપ ટેનમાં

આચાર્યના જણાવ્યા મુજબ શાળા જામનગર તાલુકામાં ટોપ ટેનમાં સ્થાન ધરાવે છે. મહત્વનું છે કે શાળાના બે ઓરડાનું કામ મંજૂર થયા બાદ ઓગષ્ટ માસમાં ખાતમુહૂર્ત પણ થયું છે. ઉચ્ચકક્ષાએથી લીલીઝંડી મળ્યા બાદ ઓરડાનું કામકાજ હાથ ધરાશે જેથી ઓરડાનો ઘટ્ટનો પ્રશ્ર્ન ટુંક સમયમાં હલ થઈ જશે. ઓરડાનું નિર્માણ થયા બાદ તમામ ધોરણના વિદ્યાર્થીઓને ધોરણ વાઇઝ અલગ બેઠક વ્યવસ્થા સહિતની કામગીરી હાથ ધરાશે.

કનસુમરા શાળામાં દિવસેને દિવસે વધતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારો

એક બાજુ અનેક સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટ્ટથી શાળાઓ બંધ કરવાની અધોગતિ ઉભી થાય છે. ત્યારે કનસુમરા શાળામાં દિવસેને દિવસે વધતા વિદ્યાર્થીઓની સંખ્યાથી શાળામાં ઓરડ ઘટી પડે છે. જેમાંથી અન્ય સરકારી શાળાના શિક્ષકોએ શીખ લઇ શાળાનું શિક્ષણનું સ્તર સુધારવા પ્રયત્નો કરવા જોઇએ તેવું વાલીઓ જણાવી રહ્યાં છે.

આ પણ વાંચોઃ Traffic Police: 2018થી 2021 દરમિયાન ગેરકાયદેસર પાર્કિંગ કરવા બદલ કુલ 7,44,425 કેસ નોંધાયા
આ પણ વાંચોઃ school reopen in gujarat 2021 : રાજ્યમાં આજથી ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ, કોરોના ગાઈડલાઈનનું પાલન કરાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.