જામનગર શહેરના દિપક ટોકીઝ રોડ પર સજુબા સ્કુલમાં DEO કચેરી કાર્યરત છે. પરંતુ ખંભાળિયા ગેઇટ બહાર આવેલા ન્યુ દિગ્વિજયસિંહ ઇંગ્લીશ હાઇસ્કુલનું જૂનું બિલ્ડીંગ તોડી તંત્ર દ્વારા નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું અને DEO કચેરીનું સ્થળાતંર કરાયું હતું.
આ નવા બિલ્ડીંગમાં DEO કચેરી સહિત સરકારી શાળા ધમધમી રહી છે અને નવી બિલ્ડીંગ હોવા છતાં ફાયરના સાધનો વિહોણી આ ઇમારતમાં સવાર થી સાંજ સુધી ધમધમતી હોય છે. પરંતુ ફાયરના સાધનો ઉપલબ્ધ ના હોવાથી કોઇ અનિચ્છનીય બનાવ બને તો શાળાના બાળકો, કર્મચારીઓ તથા કચેરીમાં આવતા વાલીઓના જીવ જોખમમાં મુકાઇ જાય ત્યારે તંત્ર જાગશે તેવા સવાલો લોકોમાં ઉઠી રહયા છે.
નવી ઇમારતમાં DEO કચેરીનું સ્થળાંતર કરવામાં આવ્યું તેને વર્ષો વિતી ગયા હાેવા છતાં પણ ફાયર સેફટીની અસુવિધા છે ત્યારે ખુદ સરકારી તંત્ર જ નીતિ નિયમેનું ઉલંલ્ધન કરી રહયુ છે તો આ અંગે તંત્ર દ્વારા સરકારી શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા છે કે નહી તે અંગે શહેરની તમામ શાળાઓમાં સર્વે હાથ ધરી સુવિધા પુરૂ પાડવી જરૂરી છે.