કચ્છમાં આવેલા માતા આશાપુરાના મંદિરે નવરાત્રિમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જામનગરમાં હિંગળાજ ચોકમાં રહેતા યુવકોએ અનોખો સંદેશ આપવા સાઇકલ સવારી કરી માતાના મઢે પહોંચશે.
આજકાલ ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તો લોકો કસરત પણ કરતા નથી. જેના કારણે સ્થૂળતાનું પ્રમાણ વધતું જાય છે. સાઇકલ ચલાવવાથી શારીરિક કસરતતો થાય છે સાથે સાથે પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટે છે.
ચાઇનામાં મોટા ભાગના લોકો સાઈકલનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે જામનગરના ગાયબ ગ્રુપ દ્વારા પર્યાવરણનું જતન અને શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા ઉદ્દેશ્યથી માતાના મઢે જવા નીકળ્યા છે.