ETV Bharat / state

જામનગર: માસ્ક પહેરવું ફરજિયાત, નહીં તો ભરવો પડશે દંડ

author img

By

Published : Apr 16, 2020, 8:00 PM IST

કોરોના વાઇરસની મહામારીને કારણે રાજકોટ, અમદાવાદ જેવા શહેરોમાં માસ્ક પહેરવું ફરજિયાત કરાવામાં આવ્યું છે. ત્યારે હવે અન્ય શહેરોની જેમ જામનગરમાં પણ કોર્પોરેશન હદ વિસ્તારમાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

etv bharat
જામનગર: માસ્ક પહેરવું ફરજિયાત , નહીં તો ભરવો પડશે દંડ

જામનગર: કોર્પોરેશનના કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. જો કોઇ વ્યકિત માસ્ક નહીં પહેરે તો તેને દંડ ફટકારવામાં આવશે.

જેમાં પ્રથમ વખત માસ્ક ન પહેરનારા સામે જાહેરનામાનું ઉલ્લંઘન કરવા ઉપર 200 રૂપિયા દંડ કરવામાં આવશે. બીજી વખત જો માસ્ક વગર પકડાશે તો 500 રૂપિયા દંડ કરવામાં આવશે. લોકો માસ્ક ન હોય તો રૂમાલ અથવા છુટક કાપડથી પણ મોઢું અને નાક ઢાંકી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.