ETV Bharat / state

Jamnagar Crime: પશુ દૂધ વધારે આવે તેવા પ્રતિબંધિત ઈન્જેક્શનનું વેચાણ કરતા 2 ઝડપાયા, SOGની સફળતા - police arrested accused with Restricted injection

જામનગરમાં ગુનાખોરી વધી રહી છે. ત્યારે હવે અહીં એસઓજી પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓ પશુનું દૂધ વધે તે માટે પ્રતિબંધિત ઈન્જેક્શનનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું.

Jamnagar Crime: પશુ દૂધ વધારે આવે તેવા પ્રતિબંધિત ઈન્જેક્શનનું વેચાણ કરતા 2 ઝડપાયા, SOGની સફળતા

author img

By

Published : Mar 11, 2023, 4:12 PM IST

દુકાનમાંથી મળ્યો ઈન્જેક્શનનો જથ્થો

જામનગરઃ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રતિબંધિત ઈન્જેક્શનનું ગેરકાયદે વેચાણ થતું હોવાની SOG પોલીસને બાતમી મળી હતી. ત્યારે SOG પોલીસે યાદવનગર અને નાઘેડી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. તે દરમિયાન 2 દુકાનમાંથી 2 ઈસમો ઝડપાયા હતા. તેઓ દૂધાળા ઢોરના પ્રતિબંધિત ઈન્જેક્શનનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ FIR For Paper Cups : પ્રતિબંધિત પેપર કપની હેરાફેરી બદલ FIR દાખલ, અધિકારીઓ સામે બાખડ્યો

દુકાનમાંથી મળ્યો ઈન્જેક્શનનો જથ્થોઃ યાદવ નગર મેન બજારમાં આવેલા જયેશ એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં પોલીસે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન દુકાનના માલિક મયૂર ઉકા ભાતુની દુકાનમાંથી ગાય, ભેંસ વધુ દૂધ આપે તેવા પ્રતિબંધિત ઇન્જેક્શનનો ગેરકાયદેસર લાઈસન્સ વગરનો જથ્થો મળી આવ્યો છે. આ સાથે જ 12,720 રૂપિયાની 318 બોટલ ઈન્જેક્શનની ઝડપાઈ હતી. પોલીસે આરોપી મયૂર ઉકા ભાટુની પૂછપરછ કરતા વિશાલ મેરામણ ભાટુનું નામ પણ ખૂલ્યું હતું. એટલે પોલીસે તેને દબોચી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યા નામઃ નાઘેડી ગામના ધાર વિસ્તારમાં ચામુંડા પાન એન્ડ જનરલ સ્ટોર નામની દુકાનના માલિક બાબૂ ભૂરાની દુકાનમાં પણ પોલીસે દરોડા પાડ્યા હતા. ત્યાંથી પણ પ્રતિબંધિત ઈન્જેક્શનનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે આરોપી બાબુ ભૂરાની પૂછપરછ કરતા તેણે કૃષ્ણગઢના મહેશ જગા વરુંનું નામ આપ્યું હતું.

આ પણ વાંચોઃ ડીસામાં પ્રતિબંધિત વન્યપ્રાણીઓના અવશેષો વેચતો શખ્સ ઝડપાયો

અન્ય આરોપીઓની કરાશે ધરપકડઃ ગાય, ભેંસ તેમ જ દૂધાળા પશુને આ પ્રતિબંધિત ઈન્જેક્શન આપવામાં આવે છે, જેના કારણે દૂધનું પ્રમાણ વધે છે. ગ્રામ્ય વિસ્તાર તેમાં શહેરી વિસ્તારમાં પશુપાલકો પશુઓનું દૂધ વધારવા અવનવા કિમીયા અજમાવતા હોય છે, જેમાં પ્રતિબંધિત ઈન્જેક્શનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે. પ્રતિબંધિત ઈન્જેક્શનના જથ્થા મામલે એસઓજીના પી.આઈ. ચૌધરી તપાસ ચલાવી રહ્યા છે. તેમણે આ અંગે ટેલિફોનિક માહિતી આપતા જણાવ્યું હતું કે, હજુ પણ જામનગર પંથકમાં અનેક ઈસમો પ્રતિબંધિત ઈન્જેક્શનનું વેચાણ કરી રહ્યા છે તેને પણ દબોચી લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.