મહત્વનું છેકે, ચૂંટણી પહેલા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ વહીવટ તંત્ર હરકતમાં આવ્યું છે. વિવિધ વિસ્તારોમાં જિલ્લા કલેકટર એસ.પી. દ્વારા પણ ફ્લેગમાર્ચ પણ યોજવામાં આવી હતી.
ચૂંટણી સમયે કોઈ બેનામી વ્યવહારો ન થાય તેમજ દારૂની હેરફેર પર પણ વોચ રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા લોકસભા ચૂંટણી પૂર્વે ખાસ કરીને સુરક્ષા સઘન કરવામાં આવી છે. તેમજ નાઈટ પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહ્યું છે.તો જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ દ્વારા ખાસ ટીમ બનાવવામાં આવી છે. અને આ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.