ETV Bharat / state

11 વર્ષથી હાથતાળી આપતો હત્યાનો આરોપી જામનગર પોલીસની પકડમાં - ન્યુઝ અપડેટ ઓફ જામનગર

જામનગરના નવનિયુક્ત પોલિસ અધિક્ષક દીપેન ભદ્રન દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવાના આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં અગિયાર વર્ષથી હાથતાળી આપતો હત્યાના આરોપીને પકડી પાડી સફળતા મેળવી હતી.

jamnagar
jamnagar
author img

By

Published : Sep 28, 2020, 6:49 PM IST

જામનગર: સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો આજથી અગિયાર વર્ષ પહેલા જામનગરના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની વાડી વિસ્તારમાં ઘાતક હથીયારો વડે ચાર શખ્સો દ્વારા પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા નિપજાવી હતી. મૃતકના મૃતદેહને કંતાનના પોટલામાં પથ્થરો વડે બાંધી કુવામાં ફેંકી દેવામાં આવ્યો હતો. ઘટનાને અંજામ આપી ચારેય શખ્સો ફરાર થઇ ગયા હતા જે પૈકીના છેલ્લા અગિયાર વર્ષથી નાસતા-ફરતા આરોપીને અમરેલી જીલ્લાના વડીયા તાલુકાના વાડી વિસ્તારમાંથી જામનગર પેરોલ/ફર્લો સ્કવોડ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.

જામનગર પેરોલ/ફર્લો સ્કવોડ LCB PI એમ. જે. જલુના માર્ગદર્શન પ્રમાણે પેરોલ ફર્લો સ્કવોડના PSI એ.એસ.ગરચર તેમજ સ્ટાફ દ્વારા આવા નાસતા ફરતા ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. બાતમી મળતા કાલાવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસતા - ફરતા આરોપી ટીનકા ઉર્ફે ટીનીયા કે જે અમરેલીના વાડી વિસ્તારમાં ચક્કર કાપતો નજરે પડયો હતો. જેથી ટેકનીકલ એનાલીસીસ અને સર્વેલન્સના આધારે ટીમ સાથે આરોપીને પકડી પાડી કાલાવડ પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવ્યો છે.

આ કામગીરીમાં પેરોલ/ફર્લો સ્કવોડના PSI એ.એસ.ગરચર, ASI હંસરાજભાઇ પટેલ, ચંદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ.ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઇ ગઢવી, રણજીતસિંહ પરમાર તથા બંળવતસિહ પરમાર પણ સામેલ હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.