આ મામલે ગ્રામજનો કહી રહ્યા છે કે, જો પવનચક્કી ઊભી થશે તો ગામને જરૂરી જગ્યા નહીં મળે. તેથી ગ્રામજનોએ સરકાર અને તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધમાં કાલાવડ તાલુકાના ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડીયા, જીવણભાઈ કુંભાર વડીયા, કોંગ્રેસના આગેવાનો અને સમગ્ર ગામે મળી વિરોધ નોંધાવ્યો હતો.
ગ્રામજનોની રજૂઆત પ્રમાણે, ગામતળ જમીનમાં પંચાયતની મંજૂરી વગર પવનચક્કીને આપી દેવામાં આવી છે. જેથી સમગ્ર ગામજનોએ એકત્ર થઈ અને વિરોધ દર્શાવ્યો હતો.