ETV Bharat / state

Jamnagar News : ફલ્લા ગામમાં રાત્રે ઘૂસ્યું હિંસક પ્રાણી, ઘેટા બકરાંનો શિકાર કરનાર પ્રાણીની શોધમાં લાગ્યો વન વિભાગ - ઘેટા બકરાંનો શિકાર

જામનગરમાં ફ્લ્લા ગામમાં હિંસક પ્રાણીએ ઘેટા બકરાના ઝૂંડ પર હુમલો કર્યો હતો. 14 જેટલા ઘેટા બકરાંનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે જામનગર વન વિભાગની ટીમ ફલ્લા દોડી આવી હતી અને હિંસક પશુને પકડવા તજવીજ હાથ ધરી હતી.

Jamnagar News : ફલ્લા ગામમાં રાત્રે ઘૂસ્યું હિંસક પ્રાણી, ઘેટા બકરાંનો શિકાર કરનાર પ્રાણીની શોધમાં લાગ્યો વન વિભાગ

author img

By

Published : Feb 16, 2023, 4:12 PM IST

જામનગર : જામનગરના ભોજાબેડી ગામમાં બે ચાર દિવસ પહેલા દીપડો દેખાયો હોવાના અહેવાલો મળ્યા હતાં. દરમ્યાનમાં ગઇ રાત્રે ફલ્લા ગામમાંં 15 જેટલા ઘેટાઓના ધણ પર હિંસક પ્રાણીએ હુમલો કરી દીધો હતો. જેમાં 14 જેટલા ઘેટા બકરાંનું મારણ કર્યુ હોવાનું સામે આવ્યું છે. ફલ્લા ગામમાં દીપડાએ દેખા દીધી હોવાની વાત બહાર આવી છે, પરંતુ આ ઘટનામાં હજુ સુધી ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ તરફથી સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. જે હિંસક પ્રાણી દ્વારા જે રીતે ઘેટા બકરાં પર હુમલો કરાયો છે. તેનાથી પ્રબળ શંકા જાગી છે કે દીપડો કદાચ આ વિસ્તારમાં ઘુસી આવ્યો છે. 14 ઘેટાબકરાના મારણ ઉપરાંત અન્ય પાંચ ઘેટા-બકરા ઘાયલ પણ થયા છે.

આ પણ વાંચો ફલ્લા ગામમાં PHC સેન્ટરમાં છેલ્લા 2 મહિનાથી કાયમી ડોકટર નથી

ફોરેસ્ટ વિભાગની ટીમ દોડી ગઇ : મળતી માહિતી મુજબ ફલ્લાના ભગવતીપરા વિસ્તારમાં મેરાભાઇ નાથાભાઇ ભરવાડના મકાનની બાજુના ખુલ્લા પ્લોટમાં 15 જેટલા ઘેટા-બકરા પર ગઇ મધરાત્રે હિંસક પ્રાણીએ હુમલો કર્યો હતો. ફલ્લામાં 15 જેટલા ઘેટા બકરાંનું મારણ કરી નાખતા ફલ્લા ગામમાં દહેશતની લાગણી ફેલાઇ છે. સવારે ફોરેસ્ટ વિભાગની ટીમો તાકીદે દોડી ગઇ હતી અને ફુટ પ્રિન્ટ વગેરે મેળવીને ઘેટા બકરાંના ધણ પર હુમલો કરનાર દીપડો જ હતો કે અન્ય પ્રાણી તે અંગેનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. બીજી તરફ ગામ લોકોમાં પણ હિંસક પ્રાણીના હુમલાથી દહેશત ફેલાઇ છે. આ મારણ કરનાર દીપડો છે કે અન્ય હિંસક પ્રાણી છે તેની સતાવાર વિગતો હવે પછી જાહેર થશે.

આ પણ વાંચો ફલ્લા ગામના યુવક દ્વારા અનોખી પહેલ, યમરાજા બનીને લોકોને કરી રહ્યો છે જાગૃત

પ્રાથમિક દ્રષ્ટિએ દીપડો હોવાનું અનુમાન : ફલ્લા ગામના સરપંચ રાકેશભાઈએ ઈટીવી ભારત સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું કે મોડી રાત્રે ઘટના બની છે. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને હિંસક પશુને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ દીપડો હોવાનું અનુમાન છે કારણ કે બે ચાર દિવસ પહેલા ગામમાં દીપડાઓ આંટાફેરો કરતો હતો અને એક વાછરડાનું મારણ કર્યું હતું.

જામનગર વન વિભાગના અધિકારીએ શું કહ્યું : વન વિભાગના સ્પોટ પર હાજર રહેલા કર્મચારી સંજયભાઈએ ફલ્લા ગામમાં હિંસક પ્રાણી દ્વારા ઘેટા બકરાના ઝૂંડ પર હિંસક પ્રાણીના હુમલાની ઘટનાને લઇને જણાવ્યું કે નિશાન પરથી એવું લાગે છે કે દીપડો હોઈ શકે છે. જોકે હિંસક પ્રાણીને શોધી કાઢવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.