ETV Bharat / state

Ranjit Sagar Dam: જામનગરનો ડેમ ઓવરફ્લો થતા ચોતરફ જળસામ્રાજ્ય, જુઓ આકાશી નજારો - જિલ્લા કલેકટર

રાજાશાહી વખતથી બનેલો રણજીતસાગર ડેમ જામનગરવાસીઓની પીવાનું પાણી પુરૂ પાડે છે. ચોમાસાની શરૂઆતમાં જ ત્રણ મહિના ચાલે તેટલું પાણી રણજીતસાગર ડેમમાં આવી ગયું છે. ભારે વરસાદ પડવાના કારણે એક જ રાતમાં 10 ફૂટ જેટલું પાણી રણજીતસાગર ડેમમાં ભરાયું છે. ત્યારે જુઓ જામનગરની શાન રણજીતસાગર ડેમનો અદ્ભૂત આકાશી નજારો...

રણજીતસાગર ડેમ ઓવરફ્લો
રણજીતસાગર ડેમ ઓવરફ્લો
author img

By

Published : Jul 4, 2023, 4:12 PM IST

જામનગરની શાન રણજીતસાગર ડેમનો અદ્ભૂત આકાશી નજારો જુઓ

જામનગર : જૂન મહિનામાં બિપરજોય વાવાઝોડાના કારણે સમગ્ર પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો. વિધિવત ચોમાસાની શરૂઆત થયા બાદ જામનગર જિલ્લો જળબંબાકાર થયો છે. છેલ્લા ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. શુક્રવારથી શરૂ થયેલા અવિરત વરસાદના કારણે જીલ્લામાં મેઘમહેર થઈ હતી. ભારે વરસાદના પગલે મોટાભાગના ડેમમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે જામનગરની જનતાને પીવાનું પાણી પુરૂ પાડતો રણજીતસાગર ડેમ પણ એક વરસાદમાં છલકાયો છે.

જળાશયો છલકાયા : જામનગર જિલ્લામાં ચોમાસાના પ્રારંભે જ મેઘરાજાની મહેર જોવા મળી છે. જામનગર જિલ્લાના જળાશયો નવા નીરની આવક થતાં પાણીથી છલોછલ ભરાયા છે. રણજીતસાગર, સપડા, કંકાવટી, ઉન્ડ-2, ફુલઝર (કો.બા.), રૂપારેલ, ઉમિયા સાગર, વાગડિયા ડેમ ઓવરફ્લો થયા છે. જિલ્લાના 25 માંથી 8 જળાશયો પાણીથી છલોછલ ભરાયા છે. ઉપરાંત અન્ય જળાશયોમાં પણ ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની આવક સતત થઈ રહી છે.

શહેરની શાન : જામનગરવાસીઓને પીવાનું પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી રાજવી જામ રણજીતસિંહે રણજીતસાગર ડેમનું નિર્માણ કરાવ્યું હતું. જોકે, રાજાશાહી વખતથી બનેલો રણજીતસાગર ડેમ વર્ષો બાદ પણ જામનગરવાસીઓની પ્યાસ બુઝાવે છે. ત્રણ મહિના ચાલે એટલું રણજીતસાગર ડેમમાં પાણી આવી ગયું છે. ભારે વરસાદ પડવાના કારણે એક જ રાતમાં 10 ફૂટ જેટલું પાણી રણજીતસાગર ડેમમાં ભરાયું છે. રણજીતસાગર ડેમ 27 ફૂટની ઊંચાઈથી ઓવરફ્લો થાય છે.

સહેલાણીઓ ઉમટ્યા : રજાના દિવસોમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ રણજીતસાગર ડેમનો અદ્ભુત નજારો જોવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે ડ્રોન કેમેરાની મદદથી રણજીતસિંહ દ્વારા બનાવવામાં આવેલા રણજીતસાગર ડેમના આહલાદક દ્રશ્યો કેદ કરવામાં આવ્યા છે. ચોમાસાની શરુઆતમાં જ સારો વરસાદ વરસવાને કારણે પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડેમની આજુબાજુમાં નરમરમ્ય દ્રશ્યો સર્જાયા છે.

પૂર પહેલા પાળ બાંધી : રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારો અને તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત જિલ્લા કલેકટર દ્વારા રણજીતસાગર ડેમ પર સેલ્ફી લેવાની મનાઈ ફરવામાં આવી છે. રણજીતસાગર ડેમમાં નાહવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડેમ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

  1. Jamnagar Rain : જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં નવા નીરની આવક શરૂ
  2. વિશ્વ પ્રખ્યાત ક્રિકેટર જામનગરના રાજવી જામ રણજિત સિંહજીની 148મી જન્મજયંતિ, વાંચો તેમની ખાસ વાતો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.