ETV Bharat / state

Jamnagar News : ગુજસીટોક હેઠળ 3 કરોડની મિલકત સિઝ, યશપાલ જશપાલબંધુની જમીન જપ્તીની કાર્યવાહી

જામનગરમાં ગુજસીટોક પ્રકરણમાં બે આરોપીની 3 કરોડની મિલકત સિઝ કરવામાં આવી છે. નામચીન એવા યશપાલ અને જશપાલ જાડેજાની મિલકત સિઝ કરવામાં આવી છે. જેમાં અંદાજે સાડા ત્રણ કરોડની જગ્યા પોલીસ તંત્ર દ્વારા ટાંચમાં લેવાઇ છે. આ કેસ જમીન માફિયા જયેશ પટેલ કેસ સાથે જોડાયેલો છે.

Jamnagar News : ગુજસીટોક હેઠળ 3 કરોડની મિલકત સિઝ, યશપાલ જશપાલબંધુની જમીન જપ્તીની કાર્યવાહી
Jamnagar News : ગુજસીટોક હેઠળ 3 કરોડની મિલકત સિઝ, યશપાલ જશપાલબંધુની જમીન જપ્તીની કાર્યવાહી
author img

By

Published : Mar 24, 2023, 9:49 PM IST

સાડા ત્રણ કરોડની જગ્યા પર ટાંચ

જામનગર : જામનગરમાં બે વર્ષ પહેલાં ચકચાર મચાવનાર ગુજસીટોક પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે. જામનગરમાં ગુજસીટોક પ્રકરણમાં જયંત સોસાયટી વિસ્તારમાં આવેલી યશપાલ અને જશપાલબંધુની મિલકત જામનગર પોલીસ તંત્ર દ્વારા સીઝ કરવામાં આવી છે. શહેર વિભાગના ડીવાયએસપીની હાજરીમાં અંદાજે સાડા ત્રણ કરોડની જગ્યા પોલીસ તંત્ર દ્વારા ટાંચમાં લઇ લેવામાં આવી છે.

શું હતો કેસ : ચકચારી એવા ગુજસીટોક પ્રકરણની સમગ્ર ઘટનાની વાત કરીએ તો જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં 2020 ની સાલમાં રાજ્યનો સૌપ્રથમ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ કાર્યવાહીના તાર જમીન માફિયા જયેશ પટેલ કેસ સાથે સંકળાયેલા છે. તે પ્રકરણમાં કુખ્યાત જયેશ પટેલ સહિતના 14 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુજસીટોકના આ ગુનાના કેસમાં પકડાયેલા આરોપીઓ પૈકીના બે બંધુઓ જશપાલ જાડેજા અને યશપાલ જાડેજા કે જેઓની માલિકીની જગ્યા જામનગરના જયંત સોસાયટી વિસ્તારમાં આવેલી છે તેેનું માપ 546090 ચોરસ ફુટ છે. આ જમીનની હાલમાં બજાર કિંમત જોવા જઇએ તો અંદાજે સાડા ત્રણ કરોડ જેટલી આજની તારીખમાં થવા જાય છે.

આ પણ વાંચો Jamnagar Jayesh Patel Case: કુખ્યાત ખંડણીખોર જયેશ પટેલ સામે પોલીસે 2,000 પેજની પૂરવણી ચાર્જશીટ રજૂ કરી

જમીન જપ્તીની કાર્યવાહી : જશપાલબંધુની જમીન જપ્તી એટલે કે જમીન ટાંચની આ પ્રક્રિયામાં યશપાલ-જશપાલ બંધુની મિલકત સિઝ કરવામાં આવી રહી હતી ત્યારે ડીવાયએસપી પોતે હાજર રહ્યાં હતાં. જામનગર જિલ્લા સહિત રાજ્યમાં ચર્ચાસ્પદ ગુજસીટોકનું પ્રકરણમાં કાર્યવાહીથી જમીન માફિયાઓમાં થડકારો થયો હોવાનું અનુમાન છે.ગુજસીટોક પ્રકરણમાં પકડાયેલા યશપાલ-જશપાલ બંધુની જગ્યા ગૃહ વિભાગના આદેશના અનુસંધાને ટાંચમાં લેવાની પ્રક્રિયા હાથ કરવામાં આવી છે અને શહેર વિભાગના ડીવાયએસપીની હાજરીમાં જાહેર ચેતવણીનું બોર્ડ લગાવી અંદાજે સાડા ત્રણ કરોડની જમીન ટાંચમાં લેવામાં આવી છે.

આ પણ વાંચો Land Mafia Jayesh Patel in London : જયેશ પટેલની લંડનમાં અટક, ભારત લાવવા માટે કાયદાકીય જંગ શરૂ

ટાંચનો આદેશ કોણેે આપ્યો ? : યશપાલ-જશપાલ બંધુની મિલકતની આજે ટાંચમાં લેવાયેલી જગ્યામાં બાંધકામ પણ થઈ રહ્યું હતું અને જે હાલ સ્થગિત કરાયેલું છે. ઉપરોક્ત જગ્યાને ટાંચમાં લેવાનો ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આદેશ થયો હતો.આ હુકમની અમલવારીના ભાગરૂપે આજે તપાસનીશ અધિકારી જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વરુણ વસાવાની હાજરીમાં પોલીસ ટુકડીએ ઘટના સ્થળે પહોંચી જઈ ત્યાં ચેતવણીનું બોર્ડ લગાવ્યું છે. જેમાં ઉપરોક્ત મિલકત કે જે ગુજસીટોક અંગેના પ્રકરણમાં ટાંચમાં લેવામાં આવી છે તે સ્પષ્ટ જણાવાયું છે. ઉપરાંત જેતે સ્થળે પોલીસ તંત્રની હાજરીમાં સૂચનાનું બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.