- કાલાવડના પીપળીયા ગામે ઘોડીપાસાની મીની કલબ ઝડપાઇ
- ઘોડી પાસાનો જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા, માલિક ફરાર
- કુલ રૂપિયા 7,62,800નો મુદ્દામાલ કબ્જે કરાયો
જામનગર : કાલાવડ તાલુકાના પીપળિયા ગામની સીમમાં રાજકોટના રામનાથ પરામાં રહેતા મેહુલ સુરેશ સોલંકી નામનો શખ્સ તેના મકાનમાં બહારથી માણસો બોલાવી ઘોડીપાસાનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા દિપન ભદ્રનની સૂચનાથી LCBની ટીમે રેડ દરમિયાન સુરેશ વિઠ્ઠલ મદાણી (રાજકોટ), તનવીર રફિક શિશાંગીયા (રાજકોટ), ઈસુબ વાહિદ સમા (જામનગર), યોગેશ સુરેશ લાઠીગ્રા (રાજકોટ) અને વાસીમ સલીમ સમા (જામનગર) નામના પાંચ શખ્સોને રૂપિયા 2,54,300ની રોકડ રકમ અને રૂપિયા 8,500ની કિંમતના પાંચ નંગ મોબાઇલ તેમજ 5 લાખની કિંમતની એક કાર મળી કુલ રૂપિયા 7,62,800નો મુદ્દામાલ કબ્જે કરીને અટકાયત કરી છે.
Jamnagar LCBએ કરી રેડ
પૂર્વે નાસી ગયેલા વાડી માલિક મેહુલ સુરેશ સોલંકી અને ધાર્મિક ઉર્ફે પિન્ટુ સુરેશ મદાણી નામના રાજકોટના બે શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરી સાત શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો -
- રાજકોટમાંથી જુગાર ધામ ઝડપાયું, પોલીસે 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
- કામરેજના કોળી ભરથાણાના ફાર્મ હાઉસમાં જુગાર રમતા 6 પકડાયા
- કચ્છમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે જુગાર ક્લબમાં દરોડો પાડીને 10 જુગારીઓને ઝડપ્યા
- માળિયાના વાડા વિસ્તારમાં જુગાર રમતા 11 જુગારીઓ ઝડપાયા
- વાંકાનેર નજીક પોલીસના દરોડામાં રાજકીય આગેવાન સહિત છ લોકો જુગાર રમતાં ઝડપાયાં