જામનગર : વેસ્ટ બંગાળથી એક યુવક ધોરણ 10ની પરીક્ષા આપ્યા બાદ એક અભિયાન સાથે સાઇકલ પર સવાર થઈને ભારત ભ્રમણ કરી રહ્યો છે. આ યુવાનની ઉંમર 17 વર્ષની છે. 17 વર્ષીય શાહીલ શાહ છેલ્લા 10 મહિનાથી સાયકલ પર સવાર થઈ ભારત ભ્રમણ કરી રહ્યો છે. સદગુરુની પ્રેરણાથી આ યુવક અનેક રાજ્યોનો પ્રવાસ કરી ચુક્યો છે અને તેઓ જામનગર આવ્યો છે. જામનગરમાં જુદી જુદી સ્કૂલ અને કોલેજમાં પહોંચ્યો હતો. અહીં વિદ્યાર્થીઓને માટીનું મહત્વ સમજાવ્યું હતું.
લોકો જાગૃતી માટે ભારત ભ્રમણ : માટી બચશે તો જ મનુષ્ય બચી શકશે તેવા આશયથી લોકોને જાગૃત કરી રહ્યો છે. જે ઉંમરે મોટાભાગના યુવકો અભ્યાસ અને કારકિર્દી વિશે વિચારતા હોય તેવી ઉંમરે શાહીલ શાહે માટીને બચાવવા માટે એકલા હાથે અભિયાન શરૂ કર્યું છે. માટીમાં મોટા પ્રમાણમાં ડ્રેજટ બળી રહ્યું છે. જેના કારણે માટીનું સ્તર બગડી રહ્યું છે. માટીને પણ ખોરાક આપવો જોઈએ. જેમ કે વૃક્ષોના જાડી જાખડા તેમજ પાંદડા અને ગાયનું ગોબર માટીના ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે.
આ પણ વાંચો : Surat Crime : લાખોની ચોરી કરીને બોર્ડની પરીક્ષા આપવા ગયો વિદ્યાર્થી, મદદ કરનાર માતા પિતાની ધરપકડ
10 હજાર કિલોમીટર કાપી ચૂક્યો : ખાસ કરીને વૃક્ષોની સંખ્યા ઘટતા રણની માટી સારી માટી સાથે ભળી રહી છે. આજકાલ વાતાવરણમાં પણ ફેરફાર આવી રહ્યા છે ક્લાયમેટ ચેન્જ થઈ રહ્યું છે. જામનગરમાં લાખોટા તળાવ ખાતે શાહિલ શાહે યુવકોને માટીનું મહત્વ સમજાવ્યું હતું. તેઓ છેલ્લા દસ મહિનાથી સાયકલ પર જુદા જુદા રાજ્યનો પ્રવાસ કરી રહ્યો છે. 10,000 કિલોમીટરનું અત્યાર સુધીમાં અંતર કાપી ચૂક્યો છે. હજુ ભારતના અનેક રાજ્યોમાં જઈ અને લોકોને માટી અંગે જાગૃત કરશે તેવી આશા એવી રહ્યો છે.
રાજ્યમાં પણ બોર્ડની પરીક્ષા : ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ હાલ ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે વેસ્ટ બંગાળના શાહિલ શાહે ધોરણ 10ની પરીક્ષા આપ્યા બાદ સીધો માટી બચાવો અભિયાન માટે પોતાની સાયકલ પર સવાર થઈ અને ભારત ભ્રમણ માટે નીકળી ચૂક્યો છે.