ETV Bharat / state

JMC Budget 2023: વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટ રજૂ, નવો 53 કરોડનો કરબોજ - new tax burden of 53 crores

જામનગર મહાનગરપાલિકાના વર્ષ 2023-24ના ડ્રાફટ બજેટમાં શહેરીજનો પર નવો 53 કરોડનો કરબોજ સૂચવવામાં આવ્યો છે. સૌથી વધુ કરબોજ પ્રોપટી ટેકસ પર સૂચવાયો છે. જયારે પાણીચાર્જમાં પણ રૂા. 350 નો તોતિંગ વધારો સૂચવવામાં આવ્યો છે. પ્રથમ વખત જ જામનગર મહાપાલિકાનું રૂા. 1,000 કરોડથી વધુનું બજેટ આજે મંજુરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

Jamnagar Municipality draft budget 2023
Jamnagar Municipality draft budget 2023
author img

By

Published : Feb 1, 2023, 7:09 AM IST

જામનગર મહાનગરપાલિકાના વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટ રજૂ

જામનગર: મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડીએ આજે બપોરે 12 વાગ્યે જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું રૂ.1,079 કરોડનું ખર્ચ દર્શાવતું અંદાજપત્ર સ્થાયી સમિતિના અધ્યક્ષ મનિષ કટારિયાને સુપ્રત કર્યુ હતું. આ બજેટમાં વર્ષના અંતે 142 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. જયારે વર્ષ દરમ્યાન મહાપાલિકાને 949 કરોડની જુદી-જુદી આવક થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. જેમાં મોટો હિસ્સો એટલે કે રૂ.515 કરોડ સરકારી ગ્રાન્ટનો સમાવેશ થાય છે.

53 કરોડનો કરબોજ: મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલાં 2023-24ના અંદાજપત્રમાં શહેરીજનો પર વધારાનો 53 કરોડનો કરબોજ સૂચવવામાં આવ્યો છે. જેમાં મિલકતવેરામાં રૂા. 32 કરોડ, પાણી ચાર્જમાં રૂા. 6 કરોડ, સ્ટ્રીટલાઇટ ચાર્જમાં રૂ.5.66 કરોડ, વાહન કરમાં 3.17 કરોડ, સોલિડવેસ્ટ કલેકશન ચાર્જમાં રૂ.2.84 કરોડ, ક્ધઝર્વેશન અને સુવરએઝ ટેકસમાં 1.50 કરોડ, ફાયર ચાર્જમાં 78 લાખ તથા પર્યાવરણ સુધારણા ચાર્જમાં 78 લાખનો વધારો સૂચવવામાં આવ્યો છે.

શહેરીજનો પર નવો 53 કરોડનો કરબોજ
શહેરીજનો પર નવો 53 કરોડનો કરબોજ

આત્મનિર્ભર જામનગર: આત્મનિર્ભર જામનગરના ઉદેશ્યને પરિપૂર્ણ કરવા માટે હાલના ચાર્જિસમાં વધારો સૂચવવામાં આવ્યો હોવાનું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે. કમિશનરે સૂચવેલા દરોમાં સૌથી વધુ ફોકસ મિલ્કત વેરા પર કરવામાં આવ્યું છે. મિલકતવેરામાં રૂા. 180થી માંડીને રૂા. 340 સુધીનો વધારો સૂચવવામાં આવ્યો છે. ક્ષેત્રફળ આધારિત પ્રોપર્ટી ટેકસના આકારણી દરમાં પણ 0.50 થી માંડીને 3 સુધીના ભારાંક વધારો સૂચવવામાં આવ્યો છે. આ ઉપરાંત પાણી ચાર્જમાં રૂા. 350ના વધારાની દરખાસ્ત પણ બજેટમાં કરવામાં આવી છે. હાલ ફિકસ કનેકશન ધારકો પાસેથી 1150નો ચાર્જ લેવામાં આવે છે. જે વધારીને 1500 કરવાનું સૂચવવામાં આવ્યું છે.

સોલિડ વેસ્ટ કલેક્શન ચાર્જમાં વધારો: બજેટમાં સોલિડ વેસ્ટ કલેક્શન ચાર્જમાં પણ વધારો સૂચવાયો છે. સોલિડ વેસ્ટ કલેકશન ચાર્જમાં 5 રૂપિયાથી માંડીને 100 રૂપિયા સુધીના વધારાની દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત એમ્યુઝમેન્ટ પાર્ક અને જામરણજીતસિંહજી પાર્કની એન્ટ્રી ફી 10 રૂપિયાથી વધારી 15 રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો Budget 2023 Expectations: કેન્દ્રીય બજેટને લઈને વડોદરાવાસીઓને શું છે આશા-અપેક્ષાઓ?

નવી યોજનાઓ: પર્યાવરણ સુધારણા અને ફાયર ચાર્જિસમાં પણ વધારા માટે દરખાસ્ત કરવામાં આવી છે. સ્ટ્રીટલાઇટ ચાર્જ તમામ મિલ્કતો માટે રૂ. 200 કરવામાં આવ્યો છે. આમ જા.મ્યુ.કોના બજેટમાં કુલ 53 કરોડનો નવો કરબોજ સૂચવવામાં આવ્યો છે. બજેટમાં કમિશનર દ્વારા નવી યોજનાઓ પણ રજૂ કરવામાં આવી છે. જેમાં વડિલ સુખાકારી યોજના, આરોગ્ય કેન્દ્રના વિસ્તૃતિ કરણ, પર્યાવરણ જતન, સ્પોર્ટસ સંકુલ, મોડેલ સ્માર્ટ સ્કુલ, અત્યાધુનિક લાયબ્રેરી, મલ્ટી પર્પઝ હોલ વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો Economic Survey 2023: નાણાપ્રધાને રજૂ કર્યો આર્થિક સર્વે, વિકાસ દર 6થી 6.8 ટકા રહેવાની સંભાવના

અંતિમ મંજૂરી માટે સામાન્ય સભામાં મોકલાશે: નલ સે જલ યોજના અંતર્ગત રણજીત સાગર ડેમ, મજબૂતીકરણ અને સુધારણાના કામ માટે રૂ.5 કરોડનું આયોજન હાથ ધરવામાં આવશે. કમિશનરે રજૂ કરેલાં બજેટ અંગે અને કરદર વધારાની દરખાસ્ત માન્ય રાખવી કે ફગાવી દેવી અથવા આંશિક માન્ય રાખવી તે અંગે સ્થાયી સમિતિની બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે ત્યારબાદ સુધારા-વધારા સાથે બજેટને અંતિમ મંજૂરી માટે સામાન્ય સભા તરફ મોકલવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.