ETV Bharat / state

Jamnagar News : જનરલ બોર્ડમાં હોબાળો,મેયરે માર્યો મોકા પર ચોકો - JMC

મહાપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણિયાએ જી.જી. હોસ્પિટલ સામે દુકાનોનો મુદ્દો ઉઠાવી ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતાં ભારે હોબાળો થયો હતો. ત્યારબાદ મેયરને સામાન્ય સભાને આટોપી લેવાની ફરજ પડી હતી. ત્યારે મેયરે આ બાબતે શું કહ્યુ જુઓ...

Jamnagar News : જનરલ બોર્ડમાં હોબાળો,મેયરે માર્યો મોકા પર ચોકો

author img

By

Published : Jun 19, 2023, 6:41 PM IST

જામનગર : મહાપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણિયાએ જી.જી. હોસ્પિટલ સામે દુકાનનો મુદ્દો ઉઠાવી ભ્રષ્ટાચારના આક્ષેપ કરતાં ભારે હોબાળો થયો હતો. ત્યારબાદ મેયરને સામાન્ય સભાને આટોપી લેવાની ફરજ પડી હતી. પરિણામે પ્રશ્નોતરીની રાહ જોઈ રહેલા વિપક્ષી સભ્યોને વાવાઝોડા સહિતના મુદ્દાઓ પર જામ્યુકોના સત્તાધિશોને ઘેરવાની મનોકામના મનમાં રહી ગઈ હતી.

શહિદ સ્મારક બનશે : મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને ધીરૂભાઇ અંબાણી વાણિજ્ય ભવનમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાપાલિકાની વ્યાજમાફી આપવાની યોજનાના સ્થાયી સમિતિના નિર્ણયને બહાલી આપવામાં આવી હતી. ઉપરાંત તળાવની પાળે પ્રવેશદ્વાર નં. 1 પાસે શહીદ સ્મારક બનાવવા માટે મંજૂરી આપતો ઠરાવ કરવામાં આવ્યો હતો.

જામ્યુકોના સત્તાધિશો રિમોટ કંટ્રોલથી ચાલી રહ્યાં છે. શહેરના પ્રશ્નો અને સમસ્યા અંગે ચર્ચા કરવામાં તેમને જરાય રસ નથી. નિષ્ફળતા છાવરવા માટે સત્તાધિશો પ્રશ્નોતરીથી ભાગી રહ્યા છે.--- ધવલ નંદા (વિપક્ષી નેતા)

શા માટે થયો હોબાળો ? એજન્ડા પૂર્ણ થયા બાદ પ્રશ્નોતરીનો સમય શરૂ થતાં જ વિપક્ષના મહિલા કોર્પોરેટર રચના નંદાણિયાએ જી.જી. હોસ્પિટલ સામેની દુકાનોનો મુદ્દો ઉઠાવી સત્તાપક્ષ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. આ ચર્ચા આવતા જ સભામાં હોબાળો મચી ગયો હતો. સત્તા પક્ષના કોર્પોરેટર ગોપાલ સોરઠીયા તેમજ અન્ય કોર્પોરેટરો અને વિરોધપક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા.

વિપક્ષોની બિન લોકશાહી કાર્ય પધ્ધતિ અને આક્રમક વલણને કારણે કોઇ અસામાન્ય પરિસ્થિતિ ન સર્જાય તે માટે બોર્ડને આટોપી લેવાની ફરજ પડી હતી.--- બીનાબેન કોઠારી(મેયર)

મોકા પર ચોકો : સામાન્ય સભામાં મચેલા હોબાળાને કારણે સત્તાધિશોને તક મળી ગઇ હોય તેમ મેયરે તુરંત જ સભાની કાર્યવાહી આટોપી લેવાનો આદેશ કર્યો હતો. મેયરના આ નિર્ણયથી વિપક્ષી સભ્યોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બિપોરજોય સાયકલોનને કારણે શહેરમાં ઉભી થયેલી સ્થિતિ તેમજ શહેરમાં દબાણ અને ટ્રાફિક સહિતના પ્રશ્નો અને સમસ્યા અંગે ચર્ચા કરવા માટે વિપક્ષો સારી એવી તૈયારી કરીને આવ્યા હતા. પરંતુ સભાની કાર્યવાહી આટોપી લેવાતા વિપક્ષી સભ્યોની તૈયારી અને સત્તાપક્ષને ઘેરવાની અપેક્ષાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું.

  1. Jamnagar News : જામનગરમાં પદ્મશ્રી ડોકટરના પુત્રની કારે આધેડને અડફેટે લેતા મૃત્યુ
  2. JMC Budget 2023: વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટ રજૂ, નવો 53 કરોડનો કરબોજ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.