હાલના તબક્કામાં મૃતક મહાવીરસિંહ રાઠોડને માથાના ભાગે લાકડીના ઘા મારી હત્યા કરી હોવાની આશંકા છે. જ્યારે મહાવીરસિંહ રાઠોડની હત્યા કરી વિક્રમસિંહ અને નારુભા રાઠોડ ફરાર થઈ ગયા છે
મહત્વનું છે કે, ભત્રીજો મહાવીરસિંહ રાઠોડ પોતાના કાકા સાથે સાધના કોલોનીમાં રહેતો હતો. અગાઉ પણ કાકા અને ભત્રીજા વચ્ચે માથાકૂટ થતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. પારિવારિક મનદુઃખના કારણે હત્યા કરાઈ હોવાની આશંકા છે. DYSP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.