જામનગર : ગોધરાની તાડપત્રી ગેંગ આખરે જામનગર પોલીસના હાથે લાગી છે. અનેક જગ્યાએ આ ગેંગ ચોરી, લૂંટ, મર્ડર જેવા ગુનાઓને અંજામ આપી ચૂકી છે. તાલપત્રી ગેંગની મોડસ ઓપરેન્ડી અલગ છે. પેટ્રોલ પંપ પર પાર્ક કરેલા વાહનોમાં તાલપત્રી ગેંગ તોડીને ચોરી કરતી હતી. આ ગેંગ હજુ થોડા સમય પહેલા જોડીયામાં 17 લાખનું જીરું ચોર્યાનું પણ સામે આવ્યું હતું. ત્યારે હવે આ ગેંગ હાથ લાગતા પોલીસ સહિત લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે.
કેવી રીતે પકડાય ગેંગ : જોડીયામાં 17 લાખથી વધુના જીરૂની ચોરી કરી તાલપત્રી ગેંગ જામજોધપુર યાર્ડમાં વેચાણ કરવા જતી હતી. બાદમાં એલસીબીએ બાતમી આધારે વોચ ગોઠવી ત્યાં દડીયા પાસેથી શખ્સોને આઇસર ગાડી લઈ નીકળ્યા હતા. અહીં એલસીબીએ ચાર આરોપીને દબોચી લીધા હતા અને બાદમાં આકરી પૂછપરછ કરતા સમગ્ર મામલે વધુ વિગતો બહાર આવી હતી. તાલપત્રી ગેંગના મોટા ભાગના સભ્યો જેલમાં હતા. જેલમાંથી છૂટ્યા બાદ પ્લાન બનાવી રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ચોરીને અંજામ આપતા હતા. તાલપત્રી ગેંગના તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જામનગર પોલીસે 15 લાખના મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
17 ગુનાના આરોપી : પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આ ઝડપાયેલાં ચાર શખ્સોએ કહ્યું છે કે, એકસરખી મોડ્સ ઓપરેન્ડી મારફતે કુલ 17 ગુનાઓ આચરવામાં આવ્યા છે. આ આરોપીઓ વિરુદ્ધ પાછલા 14 વર્ષમાં 19 ગુનાઓ નોંધાયેલા છે. ગત બીજી એપ્રિલે જોડિયા પોલીસ સ્ટેશનમાં જીરૂ ચોરીની ફરિયાદ મગન સંતોકી નામનાં એક ખેડૂતે નોંધાવી હતી. ફરિયાદમાં કહેવાયું હતું કે, જોડિયા રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક તેઓએ જીરૂ ભરેલું આઈસર વાહન પાર્ક કરેલું જેમાંથી રાત્રિ દરમિયાન જીરૂની ચોરી થયેલી. ફરિયાદમાં 257 મણ અને 16 કિલો જીરું લખવામાં આવેલું જેની કિંમત 17,07,778 દર્શાવવામાં આવી હતી.
આ પણ વાંચો : Gujarat ATS Operation : ગેરકાયદે ખનીજ ચોરી કરતાં 6 આરોપી હથિયારોના જથ્થા ઝડપાયાં, ગુજરાત એટીએસની કાર્યવાહી
આરોપીઓને કોર્ટમાં રજૂ : મૂળ તમામ આરોપીઓ દાહોદના વતની છે અને અનેક ગુનાઓ આચર્યા છે. જામનગર પોલીસ તમામ આરોપી સામે ગેંગ કેસ દાખલ કરશે. હવે તમામ ચારેય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગ કરવામાં આવશે ત્યારે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : Surat crime news: માત્ર 70 સેકન્ડમાં તસ્કરોએ પાનના ગલ્લાનું કેબીન ચોરી કરી ફરાર થઈ ગયા
ગુનાઓનો ઇતિહાસ ધરાવે આ શખ્સો : જામનગર SP પ્રેમસુખ ડેલુંએ જણાવ્યું કે, આ ગેંગ અનેક ગુના કર્યા છે અને મોટા ભાગે હાઇવે પર પેટ્રોલ પપ પાસે પડેલા વાહનોમાં ચોરીને અંજામ આપી નાસી જતા હતા. જોડિયામાં આ લોકોએ પેટ્રોલિયમ પાસે ચોરી કરી હતી બાદમાં અન્ય સ્થળે જતા રહ્યા હતા. જોકે ગેંગે ચોરેલ જીરુનુ વેચાણ કરવા માટે જામજોધપુર જવાનું નક્કી કર્યા બાદ રસ્તામાં જામનગર એલસીબીએ દબોચી લીધા હતા. હજુ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તાલપત્રી ગેંગના મોટાભાગના સભ્યો પાંચથી દસ જેટલા ગુનાઓનો ઇતિહાસ ધરાવે છે. ચોરી લૂંટ માર કુટ અને મર્ડર સહિતના ગુનાઓમાં આ શખ્સો સંડોવાયેલા છે