ETV Bharat / state

જામનગરમાં નિર્સગ વાવાઝોડાને પગલે માછીમારો પરત ફર્યા, દરિયામાં જોવા મળી રહ્યો છે કરંટ - નિર્સગ વાવાઝોડાને પગલે જામનગરના માછીમારો પરત ફર્યા

જામનગર સૌરાષ્ટ્રનો સૌથી મોટો દરિયા કિનારો ધરાવતો જિલ્લો હોવાથી નિસર્ગ વાવાઝોડાના સંકટને ધ્યાનમાં રાખીને જે બોટો દરિયામાં માછીમારી કરવા માટે ગઈ હતી તેમને બોટ એસોસિએશન દ્વારા મેસેજ આપી અને પરત બોલાવવામાં આવી રહી છે.

જામનગર
જામનગર
author img

By

Published : Jun 3, 2020, 2:37 PM IST

જામનગરઃ એક બાજુ કોરોના મહામારી જોવા મળી રહી છે, તો હાલારના દરિયાકિનારે નિસર્ગ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જામનગર સૌરાષ્ટ્રનો સૌથી મોટો દરિયા કિનારો ધરાવતો જિલ્લો છે. અહીં જુદા-જુદા બંદરના એક હજારથી વધુ બોટોનું રજિસ્ટ્રેશન થયું છે અને જે બોટો દરિયામાં માછીમારી કરવા માટે ગઈ હતી તેમને બોટ એસોસિએશન દ્વારા મેસેજ આપી અને પરત બોલાવવામાં આવી છે.

નિર્સગ વાવાઝોડાને પગલે જામનગરના માછીમારો પરત ફર્યા
જામનગર વહીવટી તંત્ર દ્વારા પણ જાહેરનામું બહાર પાડી તમામ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. મંગળવારે વાવાઝોડાના પગલે જામનગરના જામજોધપુર અને કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.

તો બીજી તરફ જામનગરમાં પવનની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને જે માછીમારો દરિયામાં છે તેમને પરત બોલાવવા માટે બોટ એસોસિએસશન દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારે ખાબકે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. જો કે બાદમાં હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી હતી કે, સૌરાષ્ટ્રના દરિયાકિનારે વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. જો કે, હજુ ખતરો ટળ્યો નથી. હાલારનો દરિયાકિનારે ભારે પવન સાથે વરસાદ ખાતે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.