જામનગર: એક પ્રિન્સિપાલ પોતાના વાળ કેન્સર પીડીટ મહિલાઓને ડોનેટ કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું (donates hair for women suffering from cancer) છે. સ્ત્રીની સુંદરતા વાળથી હોય છે ત્યારે જે કેન્સર પીડીત મહિલાઓ છે. તેને કીમી થેરાપીના કારણે વાળ જતા રહે છે. ત્યારે આવી મહિલાઓને હિના તના એ પોતાના બાર ઈચ જેટલા વાળ ડોનેટ કરી સમાજને એક ઉદાહરણ આપ્યું છે.
પોતાના વાળ કેન્સર પીડીટ મહિલાઓને ડોનેટ: જામનગરમાં આવેલ જી એસ મહેતા કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ હિના તન્ના એ પોતાના 12 ઈચ જેટલા વાળ મહિલાઓને ડોનેટ કરી ઉદાહરણ પૂરું પાડ્યું છે જ્યારે કેન્સરપીડિત મહિલાઓ કિમી થેરાપી સારવાર ચાલુ હોય એ દરમિયાન મહિલા ના વાળ ખરી જતા હોય છે જેને લઈને પોતાને દુઃખી અનુભવતા હોય છે. ત્યારે આવી મહિલાઓની મદદે રોટરી કલબ ઓફ સેનોરાઈઝ આવ્યું છે. જે મહિલાઓને વાળની વિક સહિત તમામ મદદ કરે છે. મહિલાની સુંદરતા પોતાના વાળને લઈને હોય છે. પરંતુ હિના તન્નાએ પોતાના 12 ઇંચ જેટલા વાળ ડોનેટ કરી કેન્સર પીડિત મહિલાઓને કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડવા હિંમત આપી છે.
હિના તન્ના એ જણાવ્યું: એક કન્યા વિદ્યાર્થી શાળાની આચાર્ય છું. ત્યારે મહિલાઓને માટે હું શુ મદદ કરી શકું તેવો વિચાર આવ્યો હતો. કેન્સર પીડિત મહિલાઓની મદદ કરવા મે મારા 12 ઈંચ વાળ ડોનેટ કર્યા છે. જેમાં મારા પરિવારનો પણ પૂર્ણ સપોર્ટ રહ્યો છે.