જામનગર: જામનગરમાં લોકડાઉન થયા બાદ તેલના બજારોમાં અસહ્ય ભાવ ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, આખરે હવે એક સપ્તાહ બાદ તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેથી ગ્રાહકો માટે ખુશીના સમાચાર છે.
ગ્રેઇન માર્કેટમાં જથ્થાબંધ ખાદ્યતેલના વેપારીઓ દ્વારા જણાવ્યા મુજબ હાલ રાજ્યભરના માર્કેટિંગ યાર્ડ ફરીથી ચાલુ થતાની સાથે રાજ્ય સરકાર દ્વારા પણ લોકોની માગણીને ધ્યાન આપીને તેલના ભાવ પર નિયંત્રણ લાવવામાં આવ્યું છે. જેથી અત્યારે જામનગરની બજારોમાં બ્રાન્ડેડ કપાસિયા તેલના 15 કિલોના ડબ્બા પર રૂપિયા 100 જેટલો ઘટાડો નોંધાયો છે.
જ્યારે બ્રાન્ડેડ સીંગતેલના 15 કિલોના ડબ્બા પર રૂપિયા 50નો ઘટાડો નોંધાયો છે. અસહ્ય ભાવ ઉછાળા બાદ ક્રમશ: રૂપિયા 100 અને 50નો ઘટાડો થતાં ગ્રાહકો માટે રાહતમા સમાચાર છે.