જામનગરઃ શહેરમાં મહાશિવરાત્રીના દિવસે ડી.પી.રોડના કપાતનો અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધી 30 મી. ડી પી. કપાત મુદ્દે લડત સમિતિ દ્વારા ધાર્મિક સ્થાનોમાં ચાદર અને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ડી.પી.કપાત લડત સમિતિ દ્વારા દરગાહમાં ચાદર ચઢાવાઇ હતી અને આશાપુરા માંના મંદિર ખાતે ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.
વિશાળ "ભાવ રેલી" યોજાય હતી. ડી.પી. કપાતમાં 500થી વધુ પરિવારના મકાન આવે છે. કોમી એખલાસ સાથે શાંતિપૂર્ણ રીતે રેલી કાઢી ડી.પી. કપાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ રેલીમાં કોંગ્રેસ અને ભાજપના નગરસેવકો જોડાયા હતા અને ડી. પી. કપાત લડત સમિતિને ટેકો જાહેર કર્યો હતો.