આ બેઠકમાં જામનગર જિલ્લાના પીવાના પાણીના વિતરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે અનુસાર જામનગર જિલ્લામાં પીવાના પાણીના તંગીવાળા 13 ગામ અને 34 પરામાં ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવે છે. જેમા હાલ સુધીમાં કુલ 115 ફેરા દ્વારા લોકોને પાણી પહોંચાડવામાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં આગામી ચોમાસામાં જળ સંગ્રહ માટે મનરેગા અંતર્ગત વર્ષ 2018-19માં 85 તળાવ અને વર્ષ 2019-20માં 45 તળાવ ઉંડા ઉતારવામાં આવ્યાં છે.
આ બેઠકમાં જામનગર જિલ્લાના અર્ધ અછત જાહેર કરેલ તાલુકા ધ્રોલવ અને જોડિયામાં કુલ 3955 ઘાસકાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત 30 એપ્રીલ 2019 સુધીમાં 48518 કિલોગ્રામ ઘાસનો જથ્થો વિતરણ કરવામાં આવ્યો છે. હાલમાં પણ ઘાસ વિતરણની કામગીરી ચાલુ છે. અછત અન્વયે 9 નોંધાયેલ ગૌશાળા પાંજરાપોળોને પશુસહાય રકમ પેટે રૂપિયા 26,13,835 ચુકવવામાં આવ્યા છે. કૃષિ ઈનપુટ સબસીડી અંતર્ગત 51785 ખેડૂતોને રૂપિયા 5126.71 લાખ ચુકવવામાં આવ્યા છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેકટર, કાર્યપાલક ઈજનેર અને પાણી સમિતિના સભ્યો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.