જામનગર: કોરોના વાઈરસના કારણે દેશમાં 3 મે સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. આ દરમિયાન સામાન્ય લોકો તેમના ઘરોમાં છે. પરંતુ પોલીસ, આરોગ્ય કર્મચારીએ તેમજ સફાઈ કર્મચારીઓ ફરજ પર છે. આ કોરોના કમાન્ડો મહામારી સામેની લડાઈમાં ખડે પગે કામ કરે છે.
જામનગર જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગના કર્મચારીઓને માસ્ક તથા PPE કીટ આપવાની માંગણી સાથે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરપર્સન રેખાબેન ગજેરા ધરણાં પર ઉતર્યા છે. પંચાયતના આરોગ્ય વિભાગમાં CDHOની જગ્યા લાંબા સમયથી ખાલી છે.
સમગ્ર તંત્ર કોરોના વાઈરસ સામે જંગ લડી રહ્યું છે, ત્યારે આ મહત્વની જગ્યા તાકીદે ભરવા તેમણે માંગણી કરી છે. તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓનું આ મહામારીના ચેપ સામે રક્ષણ આપવા માસ્ક અને PPE કીટ પણ આપવામાં આવી નથી. તંત્રની આ ઢીલી નીતિ સામે બુધવારે સવારે તેઓ DDOની કચેરી સામે ધરણાં પર બેસી ગયા હતા.