ETV Bharat / state

Jamnagar Crime : 20 લાખની લૂંટ પોતે જ કરીને ફરિયાદ નોંધાવી, પોલીસ લાગી ગઇ ધંધે

જામનગર રંગપર રોડ પર 20 લાખની લૂંટ થયાના બનાવમાં ફરિયાદી પોતે જ આરોપી નીકળ્યો છે. આર્થિક સંકળામણ અને દેવું વધી જતા ફરિયાદીએ લૂંટનું તરકટ રચ્યું હતું. આ કેસમાં વધુ શું ખુલાસા થયાં તે જોઇએ.

Jamnagar Crime : 20 લાખની લૂંટ પોતે જ કરીને ફરિયાદ નોંધાવી, પોલીસ લાગી ગઇ ધંધે
Jamnagar Crime : 20 લાખની લૂંટ પોતે જ કરીને ફરિયાદ નોંધાવી, પોલીસ લાગી ગઇ ધંધે
author img

By

Published : Jun 22, 2023, 7:36 PM IST

ફરિયાદીએ લૂંટનું તરકટ રચ્યું

જામનગર : મેઘપર પંથકના રંગપર રોડ પર બે દિવસ પહેલા 20 લાખની લૂંટ થયાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં જુદી જુદી ટુકડીઓએ સઘન તપાસ કરીને ઘટના પરથી પડદો ઉંચકયો છે, ખુદ ફરિયાદી આરોપી નીકળ્યો છે, આર્થિક સંકળામણ અને દેવુ વધી જતા ફરિયાદીએ લૂંટ થયાનું તરકટ રચ્યાનો પોલીસ તપાસમાં ધડાકો થયો છે. દરમ્યાન 20 નહી પરંતુ 10 લાખની રકમ ચાંઉ કરવાનો ઇરાદો હતો અને આ રકમ જમીનમાં ખાડો કરીને દાટી દીધી હતી, જે પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવી છે.

લૂંટનું તરકટ : મેઘપર પડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી અવેશ દોસમામદ ખીરા રહે. રંગપર ગામ તા. લાલપુરવાળાએ પોલીસ સમક્ષ હકીકત જાહેર કરેલી કે ગત તા. ૨૦ના પોતે રંગપર ગામથી કાનાલુસ ગામ તરફ જતા કાચા રસ્તે ચોરીમોરા ધાર વિસ્તાર તરફથી કાનાલુસ ગામ તરફ જતા તે દમ્યાન એક મોટરસાયકલ સાથે બે અજાણ્યા ઇસમો ઉભા હતાં. જેઓએ ફરીયાદીને રોકી આંખમાં મરચાની ભૂકી છાંટી થેલામાં રહેલ રોકડા 20 લાખની લૂંટ ચલાવી અજાણ્યા આરોપીઓ કાનાલુસ ગામ તરફ મોટરસાયકલ સાથે નાસી ગયાં હતાં.

પોલીસની તપાસ : બનાવ બાબતે એસપીએ માહીતગાર કરતા લૂંટ કરનાર ઇસમો અજાણ્યા હોય જેઓને શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ અશોકકુમાર યાદવએ જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને અનડિટેકટ ગુનો શોધી કાઢવા માટે તપાસ શરુ કરી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે નાકાબંધી ગોઠવી આરોપીઓને સત્વરે ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલાની ટીમે આ બનાવ અનુસંધાને તમામ અધિકારીઓએ પોતાની ટીમ સાથે બનાવ અંગે આરોપીઓને ઝડપી પાડવા તપાસ તજવીજ હાથ ધરી હતી.

અવેશ ભાંગી પડ્યો : તપાસ દરમિયાન જે હકીકતો મળી તેનાથી એલસીબી, એસઓજી, મેઘપર પોલીસે ચકચારી લુંટની ઘટના પરથી પડદો ઉંચકયો હતો. ફરિયાદી અવેશ દોસમામદ ખીરાની ફરિયાદ હકીકત રજૂ કરેલ હોય જે બનાવ અંગે ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી બાતમી રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી. ફરિયાદીની સાથે બનેલ બનાવ અંગે શંકા ઉપજતા ફરિયાદીની મેડીકલ તપાસણી કરાવતા રચાની ભૂકીની કોઇ હકીકત જણાઇ આવેલી નહી. જેથી પોલીસે તેની વિશેષ પૂછપરછ હાથ ધરતા અવેશ ભાંગી પડ્યો હતો અને લૂંંટનો બનાવ બનેલા નહી હોવાનું જણાવ્યું હતું.

આર્થિક સંકડામણની ભીસ : અવેશ ખેત પેદાશની વસ્તુઓ તથા બીયારણનો કમિશનથી ધંધો કરે છે. જેમાં પૈસા આપવાના બાકી હોવાથી આર્થિક સંકડામણ અનુભવતો હતો. તેનું દેવુ થઇ જતા લેણદારોને નાણાં આપવા પડે નહી તે માટે પોતે પોતાની જાતે આંખમાં મરચાની ભૂકી જાય નહી તે રીતે છાંટી બનાવ ઉપજાવી કાઢ્યો હતો.તેની પાસે વીસ લાખ નહીં પરંતુ દસ લાખ રુપિયા હોય જે પોતે જમીનમાં ખાડો કરી સંતાડી દીધાં હતાં. તે રોકડા રુપિયા અને થેલો કાઢી આપવા જણાવતા પંચો રુબરુ ડીસ્કવરી કરી તપાસ અર્થે કબ્જે કરેલ છે. આ બનાવ બન્યા બાદ તપાસ દરમ્યાન ફરીયાદીએ પોલીસ સમક્ષ કરેલ ફરિયાદ રજુઆત ખોટી હોવાનું જણાઇ આવતા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આગવી ઢબે પૂછપરછ : અત્રે ઉલ્લેખનીય છે કે અવેશની ફરિયાદ પ્રથમથી જ પોલીસને શંકાસ્પદ લાગી હતી. આથી અલગ અલગ ટીમો બનાવીને નિવેદનો લેવાયા હતાં. તેમજ ફરિયાદીની પણ આગવી ઢબે પૂછપરછ ચલાવવામાં આવી રહી હતી અને આખરે પડદો ઉંચકાયો છે. દેવું વધી જતા ફરુયાદી યુવાન બિયારણ કમિશન એજન્ટે જ લૂંટની સ્ટોરી ઘડી કાઢી હતી જેનો પોલીસ તપાસમાં પર્દાફાશ થયો છે.

  1. Robbery Case in Ahmedabad : ફરિયાદી બન્યો આરોપી, દેવું થઈ જતાં મિત્ર સાથે મળીને લૂંટનું તરકટ રચ્યું
  2. 55 લાખની લૂંટમાં વેપારી જ આરોપી, પોતાના મળતીયાઓ પાસે લૂંટનું નાટક કરાવ્યું
  3. ગુજરાતના 1400 કિલો ચાંદીની લૂંટનું MP કનેક્શન, ભાજપના નેતાના કૂવામાંથી મળ્યો માલસામાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.