ETV Bharat / state

જામનગર ભાજપમાં અસંતોષ, મોડી રાત સુધી બેઠક થઇ છત્તા કોઈ નિર્ણય નહીં - Jamnagar BJP meeting

ભાજપ શહેર કાર્યાલય ખાતે મોડી રાત સુધી બેઠકનો દોર ચાલુ રહ્યો હતો. જો કે, આ બેઠકમાં અસંતુષ્ટ કાર્યકરો મામલે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. જેના કારણે વધુ કાર્યકરો નારાજ થયા છે. જો કે, ભાજપ શહેર પ્રમુખ દ્વારા સતત ગાંધીનગર કાર્યકરોની નારાજગીના સંદેશો મોકલવામાં આવી રહ્યા હતા.

Jamnagar
Jamnagar
author img

By

Published : Feb 6, 2021, 2:26 PM IST

  • જામનગર ભાજપમાં અસંતોષ ડેમેજ કંટ્રોલ માટે મોડી રાત સુધી ચાલી બેઠક
  • કોઈ નિર્ણય ન લેવતા કાર્યકરોમાં નારાજગી
  • બેઠકમાં અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા રહ્યા ઉપસ્થિત
  • 5 ટર્મથી ચૂંટાતા અને પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરે રાજીનામું આપ્યું

જામનગર: મહાનગરપાલિકાની ભાજપની યાદી જાહેર થતાંની સાથે જ બળવાની આગ ફાટી નીકળી છે. ગુરૂવારે પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરે રાજીનામું આપી શરૂઆત કર્યા બાદ શુક્રવારે વધુ બે વર્તમાન અને પૂર્વ શહેર પ્રમુખ તેમજ પૂર્વ કોર્પોરેટરે રાજીનામું આપી દેતાં ભાજપમાં રાજીનામાંનો દોર શરૂ થઈ ગયો છે જે આગામી દિવસોમાં વધવાની સંભાવનાઓ છે. જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે ભાજપે ઉમેદવારની ગુરૂવારે જાહેરાત કરતાની સાથે જ વિરોધ અને બળવાની આગ ફાટી નીકળી હતી. ઠેર-ઠેર અસંતોષ અને ઉમેદવારો પ્રત્યે નારાજગી સપાટી પર આવી હતી. દરમિયાન મોડીરાત્રે 5 ટર્મથી ચૂંટાતા અને પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરે રાત્રે રાજીનામું ધરી દીધુ હતું અને પાર્ટીને અલવિદા કરી આક્ષેપો કર્યા હતા.

શુક્રવારે સવારથી જ ભાજપમાં ફરી રાજીનામાનો દોર શરૂ થયો હતો

વોર્ડ નં.3ના પૂર્વ કોર્પોરેટર ઉષાબેન કંટારિયા તેમજ તેના પુત્ર પૂર્વ શહેર ઉપપ્રમુખ આશિષ કંટારિયાએ નારાજ થઈને રાજીનામા ધરી દીધા હતા જે પહેલા વોર્ડ નં.6ના લીગલ એડવાઈઝર ડાડુભાઈ ભારવડિયા અને પૂર્વ કોર્પોરેટર જયોતિબેન ભારવડિયાએ જે હાલ શહેર ભાજપ ઉપપ્રમુખ પણ છે તેણે પણ રાજીનામું ધરી દીધુ હતું. આમ, ભાજપમાં રાજીનામાં આપવાનો દોર શરૂ ચૂક્યો છે. હજુ પણ અનેકના રાજીનામા પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે.

જામનગર ભાજપમાં અસંતોષ, મોડી રાત સુધી ચાલી બેઠક, કોઈ નિર્ણય નહિ...

કરશન કરમુરે પહેર્યો 'આપ'નો ખેસ

પૂર્વ ડેપ્યુટી મેયર 'આપ'માં જોડાયા જામનગરમાં ગુરૂવારે રાત્રિએ ભાજપમાંથી સૌપ્રથમ રાજીનામું આપનાર પાંચ ટર્મથી ચૂંટાતા પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરે શુક્રવારે વિધિવત રીતે આપનો ખેસ પહેરી લીધો હતો. તેઓ વોર્ડ નં.5માંથી સતત 25 વર્ષથી ચૂંટાતા આવે છે તેમની આપમાંથી દાવેદારીના લીધે ચૂંટણી જંગ ભારે રસપ્રદ બનશે.

લીમડા લેન-ગુરૂદ્વારા વિસ્તારના લોકોએ સી.આર. પાટીલને કરી રજૂઆત

ભાજપની યાદી જાહેર થતાંની સાથે જ લીમડા લેન અને ગુરૂદ્વારા વિસ્તાર જેમાં 7300થી વધુ મતદારો છે. તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને કાગળ લખી આ વિસ્તારના લોકોને કોઈ જ પ્રતિનિધિ ન આપવા બાબતે નારાજગી દર્શાવી ફેરવિચારણા કરવાની માંગણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વોર્ડમાં પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર અને ટિકિટના દાવેદારે કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. ભાજપથી નારાજગીનો દોર દિવસ દરમિયાન વણથંભ્યો ચાલુ રહ્યો હતો. પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ ડે. મેયર મનસુખ ખાણધર જે ટિકિટ ન મળવાથી નારાજ હતા તેમના પુત્ર પુનિતે ભાજપનો ખેસ પહેરી લીધો હતો. બીજી બાજુ વોર્ડ નં. 3ના ભાજપના ટિકિટના દાવેદાર હંસાબેન ત્રિવેદીએ પણ નારાજ થઈને કોંગ્રેસનો ખેસ પહેરી લીધો હતો.

ભારે અસંતોષને કારણે હજુ પક્ષ પલટાની શક્યતા

બેઠક માટે ઉમેદવારોની જાહેર થયા બાદ ભાજપમાં અસંતોષના ચરૂ ઉકળી રહ્યો છે અને શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસ હોય હજુ વધુ પક્ષ પલટાની શક્યતા નકારી શકાતી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.