જામનગર : બિપરજોય સાયકલોનની સંભવિત અસરને પહોંચી વળવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. સંભવિત બિપરજોય વાવાઝોડાને લઈને દરિયાકાંઠાના 22 ગામો માટે સલામત આશ્રયસ્થાનો સુનિશ્ચિત કરાયાં છે. આ ઉપરાંત તમામ માછીમારોને દરિયામાંથી પરત બોલાવવાની કામગીરી આદરી હતી. ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય સાયકલોનની જામનગર જિલ્લામાં નહીવત અસર તેમજ જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં બિપરજોય સાયકલોન સિસ્ટમ ડેવલપ થઈ છે. હવામાન વિભાગની આગાહીઓ અને ચેતવણીને અનુરૂપ જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા તે અંગે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. - બી.એ.શાહ (જિલ્લા કલેકટર)
શું કરાય તૈયારી : જિલ્લા અને તાલુકા મથકના તમામ અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર પર અચૂક હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે અને માછીમારો તેમજ બોટને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવી છે. જામનગર ગ્રામ્યના અંદાજે 12 જોડિયા તાલુકાના 8 તેમજ લાલપુર તાલુકાના 2 મળી કુલ 22 ગામો દરિયાકાંઠે વસેલા છે. જેમાં રહેતા આશરે 76 હજાર જેટલા નાગરિકો માટે જો જરૂર જણાય તો સલામત આશ્રયસ્થાન અંગેની પણ જરૂરી વ્યવસ્થાઓ તેમજ આયોજન સુનિશ્ચિત કરી લેવામાં આવેલી છે.
70 હજાર જેટલા લોકો માટે કામગીરી : જામનગર જિલ્લા કલેકટરે સંભવિત વાવાઝોડાને પગલે જણાવ્યું કે, 22 જેટલા દરિયાકિનારે આવેલા ગામોને એલર્ટ કરાયા છે અને 70 હજાર જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે તંત્ર સજ્જ છે. તમામ માછીમારોને પરત બોલાવવામાં આવ્યા છે. NDRF ટીમ સાથે પણ કોડીનેશન કરવામાં આવ્યું છે. જરૂર પડે NDRF ટીમને જામનગર બોલાવવામાં આવશે. અરબી સમુદ્રમાં હાલ ડિપ્રેશન સર્જાયું છે. બિપરજોય નામના વાવાઝોડાને પગલે જામનગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. તમામ અધિકારીઓને ઓફિસે હાજર રહેવાના આદેશ આપ્યા છે. લાલપુર જોડિયા ધ્રોલના દરિયા કિનારે આવેલા ગામડાઓને સાવધાન કરાયા છે.
- Cyclone Biporjoy: સંભવિત બિપરજોય વાવાઝોડાને લઈ દ્વારકા વહીવટી તંત્ર એલર્ટ, તમામ કન્ટ્રોલ રૂમ 24 કલાક ચાલુ, શેલ્ટર હોમની વ્યવસ્થા કરાઈ
- Biporjoy Cyclone Update : દરિયાકાંઠે ફરતું બિપરજોય વાવાઝોડાને લઈને નવસારી તંત્ર એ લોકોને આપી સુચના
- Gujarat Cyclone 'Biparjoy': તોફાનમાં ફેરવાયું 'બિપરજોય', ગુજરાતના દરિયાકાંઠે એલર્ટ