જામનગરઃ બજરંગપુર ગામે "એક દુજે કે લીયે"નું પુનરાવર્તન થયું. બે પિતરાઈઓ વચ્ચે પાંગરેલા પ્રેમનો કરૂણ અંજામ આવ્યો છે. કાનજીભાઈ છગનભાઈ સવાસડીયાની દીકરી સુધા તથા અજય બંને વચ્ચે પ્રેમ થયો હતો. પરંતુ બંને પ્રેમીઓ કૌટુંબિક પિતરાઈ થતા હોવાને લીધે સમાજ આ સંબંધને મંજૂરી નહીં આપે અને લગ્ન નહીં થવા દે. આ ભીતિને પરિણામે બંને પ્રેમીઓએ ઝેરી દવા પીને મોત વ્હાલું કર્યુ હતું.
પિતાની જાણ બહાર કરી સગાઈઃ યુવતી ના પિતાની જાણ બહાર તેમની દીકરીએ ત્રણેક માસ પહેલા ધ્રોલ તાલુકાના કરાંભડી ગામે રહેતા અજય સાથે સગાઈ કરી હતી. કુટુંબમાં વાત પ્રસરી જતા તેમના પ્રેમસંબંધનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધને મામલે સુધા અને અજયને મનમાં લાગી આવ્યું હતું. બંને જણાએ જામનગર તાલુકાના ભરતપુર ખાતે રામાપીરના મંદિરની બાજુમાં ઊંડ નદીની ખરાબાની જગ્યામાં જંતુનાશક દવા પી લીધી હતી. આ દવાના ઝેરને લીધે બંને મૃત્યુ પામ્યા હતા.
જંતુનાશક દવાનું ઝેર ફેલાઈ ગયુંઃ આ મૃતકોના હોસ્પિટલને જામનગરની ગુરૂ ગોવિંદ સિંહ હોસ્પિટલમાં લવાયા હતા. અહીં તેમના પોસ્ટ મોર્ટમની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફરજ પર હાજર તબીબોએ બંને મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કર્યુ હતું. જેમાં મૃતકોના શરીરમાં જંતુનાશક દવાનું ઝેર ફેલાઈ ગયું હોવાનું સામે આવ્યું છે.
સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સોઃ આજે સમાજમાં યુવક અને યુવતી વચ્ચે પ્રેમ થવો સામાન્ય બાબત થઈ ગઈ છે. ઘણા પ્રેમ સંબંધ પ્રેમ લગ્નમાં પરિણમે છે પણ ઘણા પ્રેમ સંબંધ આટલા નસીબદાર હોતા નથી. પ્રેમી પંખીડા થાકી હારી સમાજના વિરોધ અને ડરથી કંટાળીને આત્મહત્યા કરતા હોય છે. જેમાં આજે જામનગરના આ કિસ્સાનો સમાવેશ થયો છે.
MH Crime News : પ્રેમ લગ્ન કરવા માટે યુવતીએ પિતાને મોતને ઘાટ ઉતારવાનો બનાવ્યો પ્લાન
Jharkhand News: પોલીસ સ્ટેશનમાં યુગલે ફેરા ફર્યા, યુવતી થઈ હતી ગુમ