દિલ્હીથી મસ્કત જતી ફ્લાઈટને જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. ભારતીય મુસાફર ગોરખનાથ નાયકને અચાનક હાર્ટમાં તકલીફ ઊભી થતા મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઈટને જામનગર એરપોર્ટ પર લેન્ડિંગ કરવાની ફરજ પડી છે. ફ્લાઈટના દર્દી ગોરખનાથ નાયકને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અહીં દર્દીને સારવાર આપવાની કામગીરી શરૂ છે.
જામનગર એરપોર્ટનો પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, મેડિકલ ઈમરજન્સીના કારણે મસ્કતની ફ્લાઈટને જામનગર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. જામનગરના ઈતિહાસમાં પ્રથમવાર એવું બન્યું કે કોઈ ઈન્ટરનેશનલ ફ્લાઈટનું લેન્ડિંગ થયું છે.