- જામનગર મહિલા કોંગ્રેસે(Jamnagar Womens Congress) મોંઘવારીને લઈ જાહેર જનતા સમક્ષ રજૂ કર્યું નાટક
- પેટ્રોલ ડીઝલ અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં વધી મોંઘવારી
- મોંઘવારીને કાબુમાં લેવા રાજ્ય સરકાર નિષ્ફળઃ મહિલા કોંગ્રેસ
જામનગર: જિલ્લામાં લાલ બંગલા સર્કલ ખાતે શહેર મહિલાના આગેવાનો અને કાર્યકર્તાઓએ મોંઘવારી અંગે નાટક રજૂ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્ય સરકાર મોંઘવારીને કાબુમાં લેવા નિષ્ફળ ગઈ હોવાના મહિલા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામા આવ્યા હતા.
આ પણ વાંચોઃ જામનગર કોંગ્રેસે યુપીના સીએમ યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કર્યું
લાલ બગલા સર્કલ ખાતે ભજવવામાં આવ્યું નાટક
કોરોના મહામારીને લીધે મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. રોજનું કમાઈને રોજનું ખાનાર લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ વિકટ બની છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ, તેલ સહિતની વસ્તુઓમાં ભાવ વધારો થયો છે, ત્યારે ગૃહિણીઓનું બજેટ વિખરાય ગયું છે.
આ પણ વાંચોઃ અયોધ્યા રામ મંદિર ભૂમિ કૌભાંડ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ
આજરોજ જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા જાહેરમાં મોંઘવારીનું નાટક રજૂૂ કરી વિરોધ પ્રદર્શન કર્યું છે. આ નાટકમાં રાજ્યપ્રધાનો અને કેબિનેટ પ્રધાનને પણ દર્શાવી સરકારની ટીકા કરવામાં આવી હતી. કોરોના કાળને લીધે લોકોની આર્થિક પરિસ્થિતિ વિકટ બનતા આપઘાતના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. છતાં પણ હજુ સરકાર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે સરકારે મોંઘવારીને કાબુમાં લાવવા પગલાં લેવા જોઈએ તેવી માગ સાથે આજે શહેર મહિલા કોંગ્રેસ દ્વારા નાટક રજૂ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.