જામનગર: મહાનગરપાલિકાના કર્મચારી અને કોર્પોરેટર વચ્ચે કોઈ બાબતે સામન્ય બોલાચાલી થઈ હતી અને બાદમાં સામ સામે મારમારી કરી હોવાનું સામે આવ્યું હતું.કોર્પોરેટર કિશન માડમે હાઉસ ટેક્સના અધિકારી ગોવિદ નદાણીયાને સોફો ઝીંકી દીધો હતો.
થોડા દિવસો પહેલા ભાજપના કોર્પોરેટ મેરામણ ભાટુએ પણ મહાનગર પાલિકાના કર્મચારીને મહાનગરપાલિકાના પટાંગણમાં જ લાફા ઝીંકી દીધા હતા.ત્યાર બાદ આવો બીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેને લઈ મહાનગરપાલિકામાં કર્મચારીઓમાં નિરાશાની લાગણી જોવા મળી રહી હતી.