- જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં દબાણ દૂર કરતા તંત્ર દ્વારા 25 ઝૂંપડાઓ હટાવ્યા
- જામનગરમાં ઝૂંપડપટ્ટી હટાવતું તંત્ર વારંવાર અહીં થાય છે ગેરકાયદે દબાણ
- દબાણ દૂર કરતા તંત્ર દ્વારા 25 ઝૂંપડાઓ હટાવ્યા
જામનગરઃ પ્રદર્શન ગ્રાઉન્ડમા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતુ અને અહીં 25થી 30 જેટલા ઝૂંપડાઓ બનાવવામાં આવ્યા છે તે સ્થળે મામલતદારની ટીમ પહોંચી હતી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.
જોકે પૂર્વે પણ અહીં મામલતદારની ટીમ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું. છતાં પણ વારંવાર ઝૂંપડ પટ્ટી બનાવી દેવામાં આવે છે. જેના કારણે આજરોજ ફરી મામલતદારની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
થોડા દિવસોમાં ફરી અહીં ઝૂંપડાઓ કરી લેવામાં આવશે. તેવો સવાલ મામલતદારને કરવામાં આવતા તેમણે જણાવ્યું કે, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે અહીં રહેતા ગરીબ લોકો ફરીથી ઝુંપડા બનાવે છે.
ગરીબોના ઝૂંપડા તોળાઈ અમીરોના બાંધકામ કેમ નહિ?
આ જગ્યા પર વારંવાર બનતા ઝૂંપડા તંત્ર માટે માથાનો દુખાવો બન્યા છે. તો બીજી બાજુ અહીં વસાવટ કરતા લોકો જણાવી રહ્યા છે કે, તેમને ઘરનું ઘર મળતું નથી. જેના કારણે જાહેર ખુલ્લી જગ્યામાં ઝૂંપડા બનાવીને રહે છે. જામનગર શહેર અનેક બિલ્ડરો ગેરકાયદેશર બાંધકામ કર્યું છે. તેની સામે કેમ પગલાં લેવામાં આવતા નથી. લોકો તેવા સવાલો કરી રહ્યા છે.