ETV Bharat / state

જામનગરમાં મૃત હાલતમાં વૃદ્ધ દંપતિ મળી આવ્યું, પોલીસે તપાસ હાથ ધરી - wife

જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતું એક વૃદ્ધ દંપતી શનિવારના રોજ રહેણાંકની ઓરડીમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. મહિલાએ ગળે ફાંસો ખાધો હોય તેવા નિશાન જોવા મળ્યા છે અને તેમના પતી પંખામાં દોરી વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ પત્નીની હત્યા કરી પતીએ પણ ગળાફાંસો ખાધો હોવાનું પ્રાથમિક તારણ મળ્યું છે.

જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં પતિએ કરી પત્નીની હત્યા, બાદમાં પોતે કરી આત્મહત્યા

author img

By

Published : Apr 11, 2020, 12:46 PM IST

જામનગરઃ શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતાં મોહનભાઈ બેચરભાઈ રાઠોડ નામના 60 વર્ષના એક વૃદ્ધ શનિવારે સવારે પોતાના રહેણાંકની ઓરડીમાં ગળાટુપો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.

મોહનભાઈ બેચરભાઈ રાઠોડ
મોહનભાઈ બેચરભાઈ રાઠોડ

ઘટના સ્થળે પહોંચેલા સિટી સિ ડિવિઝનના સ્ટાફે ઓરડીમાં જઈ તપાસ કરતાં મોહનભાઈ પંખામાં ગળાફાંસો ખાધેલી હાલતમાં અને તેમના પત્ની રામીબેન જમીનપર નિષ્પ્રાણ જેવી હાલતમાં જોવા મળ્યા હતાં.

રામીબેન મોહનભાઈ રાઠોડ
રામીબેન મોહનભાઈ રાઠોડ

પોલીસે તપાસ કરતા બન્નેે મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતાં. પોલીસે બન્ને મૃતદેહને પી.એમ. માટે ખસેડયા છે. પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યા મુજબ વયો વૃદ્ધ એવા આ દંપતી વચ્ચે કોઈ બાબતે કંકાસ થતો હતો. સંભવીત રીતે શુક્રવારે રાત્રે મોહનભાઈએ પોતાની પત્ની રામીબેનને દોરી વડે ગળાટુંપો આપી તેણીની હત્યા કર્યા પછી પોતે પણ પંખાના હુંકમાં દોરી બાંધી ગળાફાસો ખાઈ લીધો છે. પોલીસે આ દિશા ઉપરાંત અન્ય બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરી તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.