આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે જામનગર જી.જી હોસપીટલની નવી બિલ્ડીંગમાં આવેલા ડેન્ગ્યુના વોર્ડમાં દર્દીઓ સાથે પણ મુલાકાત કરી હતી અને દર્દીઓને સાંત્વના પાઠવી હતી. સાથે સાથે તેમણે જામનગરની જી.જી.હોસ્પિટલમાંના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તે જગ્યાએ પણ નિરીક્ષણ કર્યું હતું. બાદમાં પત્રકાર પરિષદ યોજી હતી.
આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે ખાસ કરીને સફાઈ પર વધુ ધ્યાન આપવા વહીવટીતંત્રને સૂચન કર્યું છે. શહેરમાં જેમ બને તેમ વધુમાં વધુ દવાનો છંટકાવ કરવામાં આવે તેમજ ડેન્ગ્યુના મચ્છર અને રોગને નિયંત્રણમાં કરવામાં આવે તે માટે તમામ પ્રયાસો કરવા સ્થાનિક વહીવટી તંત્રને આદેશ આપ્યા છે.