જામનગરઃ ગુજરાતના કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત હાર્દિક પટેલ આજે હાલરના પ્રવાસે પહોંચ્યો હતો અને દ્વારકાધીશના દર્શન કર્યા બાદ પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતું. જેમાં તેણે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી અને ખાસ કરીને ખેડૂતોની સમસ્યાના ઉકેલ લાવવાની વાત પર ભાર મૂક્યો હતો.
મહત્વના મુદ્દા
- ખેડૂતોને હજુ સુધી કોઇ સહાય કે સર્વે થયો નથી
- ખેડૂતો પાક વીમા દેવા માફી મામલે લડત અપાશે
- કોંગ્રેસનો દરેક સૈનિક ગુજરાતની જનતા માટે લડશે
- ગુજરાતમાં વિરોધની રાજનીતિ નહીં, પણ જનતાની તકલીફને લઇને લડવું
આમ, ઉપરોક્ત ખેડૂતોના વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા કર્યા બાદ પેટ્રોલ- ડિઝલ વિશે વાત કરી હતી. હાર્દિકે જણાવ્યું હતું કે, પેટ્રોલ ડિઝલ માટે કોંગ્રેસ રોડ પર આવીને લડશે તો હવે વિરોધ કરવા માટે નહિ પણ સમસ્યાનું પરિણામ લાવવા માટે લડત હશે. આ કોઇ ચૂંટણીલક્ષી પ્રવાસ નહિ. ગુજરાતના એક-એક લોકો માટે લડાઇ લડીશ. ગુજરાતમાં વિપક્ષ મજબૂત હતું અને હજુ રહેશે