15 અને 16 જુલાઈ બે દિવસ સુધી યોજનારા ભવ્ય કાર્યક્રમમા સનાતન ધર્મની પરંપરાના દર્શન થશે. ભગવાનની આહલેક જિજ્ઞાસુઓને ધન્યતાનો અહેસાસ કરાવશે. વિવિધ નિદાન કેમ્પ દ્વારા સ્વાસ્થ્ય સેવા સત્સંગ દ્વારા મન અને આત્માના નિજાનંદનો અને સંતવાણી ભજનના આયોજનોનો લ્હાવો લેવા સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજ્ય બહારથી મોટી સંખ્યામા ભાવિકોનો પ્રવાહ ઉમટશે.
આ કાર્યક્રમ માટે છેલ્લા કેટલાય દિવસોથી તૈયારીઓ ચાલી રહી છે. સેવકગણ સંતશ્રી જેન્તીરામબાપાના નેજા હેઠળ સેવકો કામગીરીમાં જોડાયા છે. આ સતપુરણધામ ભક્તોને આવકારવા થનગની રહ્યુ છે.
પૂ.બાપાએ આ તકે જણાવ્યુ હતુ કે, ગૌશાળા, સ્કુલ ઉપરાંત હવે સેવક સમુદાયના સહયોગથી વૃદ્ધો માટે સુવિધાસભર વિસામાનુ આદર્શ ધામ આકાર પામી રહ્યુ છે.જ તેમજ બીજી સુવિધાઓ માટે પણ સરવાણીઓ વહી રહી હોય તે સમગ્ર પૂજ્ય હરિરામબાપાના આશિર્વાદ અને તેમના અનન્ય ભક્તોને થતી પ્રેરણાના પરિપાક રૂપે સાકાર થઇ રહી છે અને થનાર છે.