ETV Bharat / state

ગુજસીટોકના ગુનેગાર પૂર્વ પોલીસકર્મીએ સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન કર્યું

જામનગરમાં DKV કોલેજ ખાતે જિલ્લા સહકારી બેંકની ચૂંટણી મતદાન યોજાયું હતું. કુલ 14 ડિરેકટરો માટેની ચૂંટણીમાં 4 ડિરેક્ટર્સની બિનહરીફ વરણી થઇ છે. જ્યારે અન્ય ડિરેક્ટર માટે આજરોજ મતદાન યોજવામાં આવ્યું હતું.

ગુજસીટોકના ગુનેગાર પૂર્વ પોલીસકર્મીએ સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન કર્યું
ગુજસીટોકના ગુનેગાર પૂર્વ પોલીસકર્મીએ સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન કર્યું
author img

By

Published : Jan 15, 2021, 3:50 PM IST

  • ગુજસીટોકના ગુનામાં જેલમાં રહેલા પૂર્વ પોલિસકર્મી બેંકની ચૂંટણીમાં કર્યું મતદાન
  • ગુજસીટોકના આરોપીએ કર્યું મતદાન
  • કુલ 14 ડિરેકટરો માટેની ચૂંટણીમાં ચાર ડિરેકટરો બિનહરીફ

જામનગરઃ શહેરમાં આજરોજ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં DKV કોલેજ ખાતે જિલ્લા સહકારી બેંકની ચૂંટણી મતદાન યોજાયું હતું. કુલ 14 ડિરેકટરો માટેની ચૂંટણીમાં ચાર ડિરેકટરો બિનહરીફ વરણી થઇ છે. જ્યારે અન્ય ડિરેક્ટર માટે આજરોજ મતદાન યોજવામાં આવ્યું હતું.

ગુજસીટોકના ગુનેગાર પૂર્વ પોલીસકર્મીએ સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન કર્યું

જેલમાં રહેલા વશરામ આહિરે સહકારી બેન્કની ચૂંટણીમાં ઝપલાવ્યું.

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના સાગરીત LCBના પૂર્વ પોલીસ કર્મી વશરામ આહિરે પણ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. અમદાવાદ જેલમાં રહેલા વશરામ આહિરને પોલીસ જાપ્તામાં જામનગર ખાતે લવાયા હતા નહીં તેમણે જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન કર્યું હતું.

હાઈ કોર્ટે ચૂંટણી લડવાની આપી મંજૂરી

અમદાવાદ જેલમાં રહેલા પૂર્વ પોલીસ કર્મી વશરામ આહીરે હાઇકોર્ટમાં અરજી કરી હતી અને પોતે ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી હતી. જો કે હાઇકોર્ટે તેમને ચૂંટણી લડવાની મંજૂરી આપતા તેઓ આજરોજ મતદાન કરવા માટે જામનગરની ડી.કે.વી કોલેજ ખાતે આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.